ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં ૩૦૦ જેટલા સ્‍ટાફને મતગણતરી અંગેની તાલીમ અપાઈ

ખેડાઃ નડિયાદમાં ગુરુવારે આંબેડકર ભવન ખાતે મતગણતરીમાં રોકાયેલ કાઉન્‍ટીંગ સુપરવાઇઝર, મદદનીશ કાઉન્‍ટીંગ સુપરવાઇઝર, માઇક્રોઓબ્‍ઝર્વર સહિત ૩૦૦ જેટલા સ્‍ટાફને મતગણતરી અંગેની તાલીમ આપવામાં આવી હતી. જિલ્‍લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે મતગણતરી દરમિયાન તમામને ખૂબજ કાળજી અને ચીવટ પૂર્વક કામગીરી હાથ ધરવા અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

By

Published : May 17, 2019, 5:46 AM IST

સ્પોટ ફોટો

સુધીર પટેલે જણાવ્યુ કે, ખેડા સંસદીય મતવિભાગની મતગણતરી આગામી 23 મેના રોજ સવારે 8 કલાકે આઇ.વી.પટેલ કોમર્સ કોલેજ નડિયાદ ખાતે હાથ ધરવામાં આવશે. જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતગણતરી કેન્‍દ્રોમાં CCTV કેમેરાની નજર હેઠળ મતગણતરી કરવામાં આવશે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવશે.

સ્પોટ ફોટો

વધુમાં સુધીર પટેલે જણાવ્‍યું કે, વિધાનસભા મત વિભાગ-10 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જયારે વિધાનસભા દીઠ 5 VVPAT ની સ્‍લીપોની ગણતરી કરાશે. ખેડા સંસદીય મતવિભાગમાં કુલ ૩૫ VVPAT ની સ્‍લીપોની ગણતરી કરવામાં આવશે. મતગણતરી કેન્‍દ્ર ખાતે વી.વી.પેટ કાઉન્‍ટીંગ બૂથ ઉભુ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જે તે વિધાનસભા મત વિભાગના EVMના મતોની ગણતરી બાદ ચૂંટણી નિરીક્ષક, ઉમેદવારો, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને એજન્‍ટોની હાજરીમાં ડ્રો સીસ્‍ટમ દ્ધારા VVPATની ગણતરી માટે પસંદગી કરવામાં આવશે. આ ડ્રોમાં જે બુથના નંબરની VVPATની પોસ્‍ટકાર્ડ સાઇઝની કાપલી નીકળશે તે VVPATની સ્‍લીપોને EVMના મતો સાથે સરખાવવામાં આવશે.

જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી વિમલ પટેલે મતગણતરી પ્રક્રિયાદ લેવાની કાળજી અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું. નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી વી.એમ.રાજપુતે મતગણતરી કેન્‍દ્રમાં મતગણતરી સ્‍ટાફે કરવાની કામગીરીની જાણકારી આપી હતી. પોસ્‍ટલ બેલેટ, ઇ.ટી.પી.બી.એસ. ગણતરી અંગે પણ સ્‍ટાફને તાલીમ આપવામાં આવી હતી. મતગણતરી સ્‍ટાફની રેન્‍ડમાઇઝેશન દ્વારા ફાળવણી કરવામાં આવી છે. આ સ્‍ટાફ સાત વિધાનસભા મત વિભાગના મતગણતરી કેન્દ્ર ખાતે ફરજો બજાવશે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મામલતદારો તથા મતગણતરીનો સ્‍ટાફ હાજર રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details