- બે વર્ષ અગાઉ બની હતી ઘટના
- સામાન્ય ઝઘડાએ લીધું હતું ઉગ્ર સ્વરૂપ
- કૂરતાપૂર્વક આરોપીએ કેરોસીન છાંટી ભાભીને સળગાવી દીધી હતી
- આરોપી દિયરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ખેડા:ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ગામે ઘરમાં પાણી પડવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં દિયર દ્વારા હત્યાના ઈરાદે ક્રૂરતાપૂર્વક પોતાના ભાભીને કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે આરોપી વિરુદ્ધ નડિયાદ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપી ડાહ્યાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારની રકમનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
વરસાદનું પાણી પડવા બાબતે ઠપકો કરતા ઝઘડો થયો હતો
બે વર્ષ અગાઉ 27/6/2019ના રોજ ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ભાથીજી મંદિર પાસેના ઘરનો મોભ તૂટી ગયેલો હોય અને વરસાદનું પાણી મૃતક ભૂરીબેનના ઘરમાં પડતું હતુ. જે બાબતે ભૂરીબેને પોતાના દિયર આરોપી ડાહ્યાભાઈને ઠપકો કરતાં આરોપીએ ભૂરી બેનને ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.
કૂરતાપૂર્વક આરોપીએ કેરોસીન છાંટી ભાભીને સળગાવી દીધી હતી