ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાગુજરાત મેડીકલ સોસાયટીની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ, ભવ્ય ઉજવણીની તૈયારી - gujarat

નડિયાદ: શહેર ખાતે મહાગુજરાત મેડીકલ સોસાયટીની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 1939માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી નડિયાદમાં મહાગુજરાત મેડીકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સેવા પૂરી પાડતી એક વટ વૃક્ષ સમાન સંસ્થા બની છે. જેની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદની મહાગુજરાત મેડીકલ સોસાયટીની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થતા કરાઈ ઉજવણી

By

Published : Jul 21, 2019, 7:50 AM IST

આ ઉજવણી નિમિત્તે ભૂતપૂર્વ ચેરમેન સ્વ.મગનભાઈ પટેલ એડનવાળાના પરિવાર તરફથી સંસ્થાને પ્રાપ્ત થયેલ ભુમીદાન નિમિત્તે દાતાશ્રી પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્યરત ગુજરાતની આયુર્વેદ કોલેજોના સન્માન તેમજ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગને રાજ્ય સરકાર દ્વારા છ માસના સર્ટિફિકેટ કોર્સ ઇન હેલ્થ માટેના કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ સોસાયટી દ્વારા ભવ્ય ઉજવણી માટેની વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

નડિયાદની મહાગુજરાત મેડીકલ સોસાયટીની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થતા કરાઈ ઉજવણી

ABOUT THE AUTHOR

...view details