ખેડાઃ જિલ્લાનાં ડાકોરમાં ગુરૂવારે મંગળા આરતી દરમિયાન રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની વાંસળી પડી જવાની ઘટના બની હતી. જેને લાખો ભાવિકોએ ઓનલાઈન નિહાળ્યું હતું. જેને લઈ ભાવિકો વાંસળી પડવાની ઘટનાના ગુઢાર્થ સમજવા પ્રયાસ કરી રહ્યાં છે. ભગવાન દ્વારા આ ઘટના થકી કોઈ સંકેત આપવામાં આવ્યો હોવાનું ભક્તો માની રહ્યાં છે.
ડાકોરની મંગળા આરતીમાં રણછોડરાયજીએ ધારણ કરેલી વાંસળી પડી જતા ભક્તોમાં અનેક તર્ક-વિતર્ક - Dakor Ranchodrai Temple
ડાકોરમાં ગુરૂવારે મંગળા આરતી દરમિયાન રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની વાંસળી પડી જવાની ઘટના બની હતી. જેને લાખો ભાવિકોએ ઓનલાઈન નિહાળ્યું હતું. જેને લઈ ભાવિકો વાંસળી પડવાની ઘટનાના ગુઢાર્થ સમજવા પ્રયાસ કરી રહ્યાં છે. ભગવાન દ્વારા આ ઘટના થકી કોઈ સંકેત આપવામાં આવ્યો હોવાનું ભક્તો માની રહ્યાં છે.
રથયાત્રાના બીજા દિવસે મંગળા આરતીમાં રણછોડરાયજીએ ધારણ કરેલી વાંસળી આપોઆપ નીચે પડી ગઈ હતી. જે ઘટનાને લઈ ભાવિકો વિવિધ સૂચિતાર્થો સમજવા પ્રયાસ કરી રહ્યા છે. મંદિરની વેબસાઈટ પર રોજ સવારે મંગળા આરતી લાઈવ થાય છે. જેમાં લાખો ભાવિકોએ આ ઘટના ઓનલાઈન નિહાળી છે. જેને લઈ આ ઘટનાના સૂચિતાર્થો ભગવાનની કૃપા કે કોપ વરસશે તેને સમજવા ભાવિકો પ્રયાસ કરી રહ્યાં છે.
મહત્વનું છે કે ઘટનાને સામાન્ય રીતે જોવામાં આવે તો મીણ ઓછું પડ્યું હોય કે અન્ય કારણથી વાંસળી નીચે પડી ગઈ હોય તેમ માની શકાય, પરંતુ રણછોડરાયજીની પ્રિય વાંસળી ભગવાનથી દૂર થવાની ઘટના સામાન્ય નથી તેમ ભક્તો માની રહ્યાં છે.