ગળતેશ્વર તાલુકાના થર્મલમાં રહેતા રમેશભાઈ પટેલને એક વ્યક્તિએ ફોન પર લોભામણી વાતો કરી બેન્ક એકાઉન્ટમાંથી RTGS દ્વારા જુદા જુદા ખાતાઓ મારફતે 40.8 લાખની છેતરપિંડી કરી હતી. આ ઘટનામાં સેવાલિયા પોલીસે દ્વારા બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ખેડા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સઘન કાર્યવાહી હાથ ધરાઇ હતી. તે દરમિયાન આરોપી બ્રહ્માનંદ મદનકીશોર કુશવાહા અને નીતીશકુમાર શ્રીનાગીન્દ્ર યાદવ દિલ્હી, નોઈડા અને યુપી ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. બંને આરોપીઓએ પોલીસ પૂછપરછમાં 40.80 લાખ રૂપિયા પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી ATMથી ઉપાડી લીધા હોવાનું કબૂલ્યું હતું. આરોપીઓએ ગુજરાત અને MP સહિત વિવિધ સ્થળોથી લોકોને ઠગી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું.
ફોન પર લોભામણી વાતો કરી ઠગાઈ કરતા આરોપીઓની ધરપકડ - Gujarat
ખેડાઃ જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ફોન પર લોભામણી વાતો કરીને બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતાં આરોપી ઝડપાયા છે. આ ઘટનામાં સેવાલિયા પોલીસે બે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફોન પર લોભામણી વાતો કરી ઠગતા આરોપીઓની ખેડા પોલીસે કરી ધરપકડ
કાનૂની કાર્યવાહી વખતે આરોપીઓને સાત દિવસના રિમાન્ડમાં રાખવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ સાથે બીજા કેટલાં સાથીઓ સામેલ છે ? અત્યારે સુધી કેટલાં લોકો સાથે છેતરપીંડી કરી છે ? સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. જેના થકી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.