- મકાન પર રાખવામાં આવેલા ડાંગરના પૂળામાં લાગી આગ
- આગ દુર્ઘટનામાં પાંચ લાખથી વધુના પૂળા બળીને ખાખ
- ભારે જહેમત બાદ કઠલાલ ફાયરબ્રિગેડ ટીમે મેળવ્યો આગ પર કાબૂ
ખેડા : જિલ્લાના કઠલાલમાં ડાંગરના પુળામાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી હતી. આ આગ દુર્ઘટનામાં અંદાજે રૂપિયા 5 લાખથી વધુના પુળા બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
કઠલાલમાં ડાંગરના પુળામાં આગ લાગતા પાંચ લાખના પુળા બળીને ખાખ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો
કઠલાલ શહેરના મારવાડ નગરમાં મંગળવાર સવારે એક મકાનની અગાસી પર રાખવામાં આવેલા ડાંગરના પૂળામાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ આગ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઇ જવાને કારણે દોડધામ મચી ગઇ હતી.
ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
આગ લાગવાની ઘટના અંગે જાણ કરવામાં આવતા કઠલાલ નગરપાલિકા પ્રમુખ પોલીસ તેમજ કઠલાલ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કઠલાલ નગરપાલિકાના ફાયર ફાયટર્સ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. આગ દુર્ઘટનામાં અંદાજે રૂપિયા 5 લાખથી વધુના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજૂ સુધી અકબંધ છે.
સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો