- લોકડાઉનમાં પોલીસએ જ પ્રજાને ઠગ્યા
- પૈસાની લાલચે ગાડીઓ ભાડે રાખતો હતો કોન્સ્ટેબલ
- અમદાવાદ પોલીસે કરી ધરપકડ
ખેડા : કોરોના કહેરની મંદી પોલીસ વિભાગમાં પણ વર્તાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો ટ્રાફિક પોલીસ કર્મચારી અક્ષય દેસાઈ ઓઢવ પોલીસની ઝપટમાં આવી ગયો છે આ પોલીસ કર્મચારી દ્વારા લોકોની ગાડીઓ ભાડે લેવામાં આવી હતી અને ત્યારબાદ તે ગાડીઓને સગેવગે કરી નાખી હતી. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ કર્મચારી સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ એમ કુલ મળીને ચાર લોકોની ધરપકડ ઓઢવ પોલીસ કરી ચૂકી છે. ઊંચા ભાડાની લાલચ આપીને લોકડાઉન સમયે લોકો પાસેથી ગાડીઓ ભાડે ચલાવવા માટે લેવામાં આવતી હતી.
4 આરોપીમાંથી 1 કોન્સ્ટેબલ
ચાર આરોપીઓ માંથી એક આરોપી અક્ષય દેસાઈ ખુદ પોતે ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જલ્દી રૂપિયાવાળા થવા માટે પોલીસ કર્મચારીએ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. જેમા તે ગાડીઓ ગીરવે લીધી અને તેનું ઊંચું ભાડું આપવાની લાલચ આપતો હતો. બાદમાં તે ગીરવે લીધેલી ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મૂકી રાખતો હતો. ગાડી માલિકોના ફોન પણ રિસીવ કરવા ના બંધ કરી દીધા હતા આ સાથે જ ગીરવે લીધેલી ગાડીઓને ઓછા ભાવે વેચવાનું કૌભાંડ ઘડ્યું હતું પરંતુ ઓઢવ પોલીસના 48 કલાકના સર્ચ ઓપરેશનમાં આરોપીઓ સાથે સાથે તમામ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો.
ડાકોરમાં લોકડાઉનમાં પોલીસે જ પ્રજાને ઠગી આ પણ વાંચો : મહેસાણામાં ગઠિયા બેફામ બન્યા, ટ્રક ડ્રાઇવરનું ખિસ્સુ કાપી 38 હજાર સેરવી ગયા
તમામ ગાડીઓ જપ્ત કરી
માર્ચ મહિનામાં ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જે મામલે ડાકોર પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ આ ગુનાના આરોપીઓ મૂળ અમદાવાદના હોવાની હકીકત સામે આવી હતી. એમાંય આરોપીઓએ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં તમામ ગાડીઓ રાખેલી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ઓઢવ પોલીસે તમામ ગાડીઓ રિકવર કરી સાથે જ સાથે જ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી. જેમાં એક પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે.