ખેડાઃ સોમવારે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે શ્રી સંતરામ મંદિર રોડ, ડુમરાલ બજાર, મઢી ચકલા, કંસારા બજાર, અલ્હાદવગા, લખાવાડ, રબારીવાડ અને પારસ સર્કલ સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન માસ્કનો ઉપયોગ નહીં કરનારા લોકો પાસેથી દંડ પણ વસુલ કર્યો હતો.
નડિયાદમાં કલેક્ટર અને SPએ ફૂટ પેટ્રોલિંગ કર્યું - નડિયાદના તાજા સમાચાર
નડિયાદ શહેરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે તંત્ર દ્વારા લોકોને ગંભીરતા સમજાય અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટેની અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે જિલ્લા કલેક્ટર અને SP દ્વારા નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
નડિયાદમાં કલેક્ટર અને SPએ ફૂટ પેટ્રોલિંગ કર્યું
જિલ્લા પોલીસ તંત્રના જણાવ્યાનુસાર ખેડા જિલ્લામાં 15 જૂનથી 5 જુલાઈ સુધીમાં 24,310 નાગરિકો પાસેથી રૂપિયા 48,62,000નો દંડ વસુલવામાં આવ્યો છે.
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કલેક્ટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચાવવા માસ્ક પહેરીને બહાર નીકળવા અને એક બીજાથી જરૂરી અંતર રાખવા અનુરોધ કર્યો હતો.