- રેતીના ડમ્પરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો
- પોલિસે બે આરોપીઓને ઝડપ્યા
- ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલાયો
ખેડા:કપડવંજના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રેતીનાં ડમ્પરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે કપડવંજ ટાઉન પોલિસ દ્વારા ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવતા મૃતક પુરુષના વાલી વારસ 24 કલાકની અંદર શોધી કાઢવામાં આવ્યા હતા.
પોલીસે બે આરોપીઓને ઝડપ્યા
હત્યાના મામલામાં મૃતકના પિતાની ફરિયાદ લઈને તેના મૂળ સુધી પહોંચી ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલિસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ દિલીપસિંહ રામ અવતાર ભૂમિહાર તેમજ રીતેશકુમાર અબધ મહતો સઘન પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.