આ સેમિનારમાં ડૉ.અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, જો કોઇ વિદ્યાર્થી UPSC પરીક્ષાની તૈયારીઓ કરવા માંગતા હોય તો તેઓએ શરૂઆતના ગ્રેજ્યુએશનના તબક્કાથી જ આ અંગેની તૈયારીઓ શરૂ કરવી જોઇએ. ત્યારબાદ UPSC કે GPSCની વર્ગ-1 કે વર્ગ-2ની પરીક્ષાની જાહેરાતો આવે ત્યારે નિયમોનુસાર તેમાં અરજી કરીને પરીક્ષા માટે જે વિષયો પસંદ કર્યા હોય તે જ વિષયોની તૈયારીઓ કરવાની હોય છે. એકવાર પ્રિલીમીનરી પરીક્ષા પાસ થયા બાદ મુખ્ય પરીક્ષા આપવાની રહે છે અને મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ મૌખિક ઇન્ટરવ્યુની પણ તૈયારીઓ કરવાની રહે છે.
મૌખિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ જે-તે ઉમેદવારને ISS, IPS કે IFSમાં નોકરી આપવામાં આવે છે અને ત્યારબાદ ઉમેદવાર સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરે તે પછી તેઓને સનદી અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવે છે.