- જિલ્લા સહિત શહેરમાં કોરોનાની વિકટ સ્થિતિ
- સંતરામ મંદિર દ્વારા મહામારીમાં સતત સેવાકાર્યો
- કોરોના દર્દીઓ માટે નિ:શુલ્ક સિટી સ્કેન સેવા
ખેડા:નડિયાદનું સંતરામ મંદિર સમગ્ર ભારતમાં જયારે પણ કુદરતી આપત્તિઓ આવે ત્યારે સહાય કાર્યોમાં લોકોની સેવા કરવામાં અગ્રેસર રહે છે. કોરોના કાળમાં મંદિર દ્વારા એક વધુ સેવા કાર્ય શરૂ કરાયુ છે. જનસેવા એ જ પ્રભુસેવાની આહલેક જગાવનારા નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા કોરોના મહામારીના કપરા કાળમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે HRCT, CT SCAN રિપોર્ટ વિનામૂલ્યે કરવાની શરૂઆત કરવામાં આવી છે.
જિલ્લા સહિત શહેરમાં કોરોનાની વિકટ સ્થિતિ આ પણ વાંચો : ધંધૂકાની કુમાર છાત્રાલયમાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
મોટી માત્રામાં દર્દીઓ મંદિરની આ સેવાનો લાભ પણ લઇ રહ્યા
કોરોનાની મહામારી દિવસે-દિવસે વિકટ બની રહી છે. જુદા-જુદા કોરોના ટેસ્ટ કરાવવા ગરીબ માણસો વલખા મારી રહ્યા છે. ત્યારે ગરીબ નાગરિકો માટે સંતરામ મંદિર આગળ આવ્યું છે અને મંદિર સંચાલિત શ્રી સંતરામ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં દોઢ મહિના સુધી નાગરિકોને HRCT, CT SCAN (કોવિડનો રીપોર્ટ ) તદ્દન નિ:શુલ્ક કરી આપવાની વ્યવસ્થા કરી છે. મોટી માત્રામાં દર્દીઓ મંદિરની આ સેવાનો લાભ પણ લઇ રહ્યા છે. આ સેવા આગામી 30 જુન સુધી વિનામૂલ્યે ચાલુ રહેશે. રવિવાર અને અન્ય રજાના દિવસે પણ આ સેવાનો લાભ મેળવી શકાશે. દર્દીઓને ડોક્ટરનો રેફરન્સ લેટર જરૂરથી લાવવો પડશે. ખરેખર આ પ્રસંશનીય સેવા ખેડા જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આર્શીવાદ રૂપ બની રહેશે.
આ પણ વાંચો : નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત
મંદિર દ્વારા કોરોનાને લગતી આયુર્વેદિક સારવાર પણ નિઃશુલ્ક
શ્રી સંતરામ મંદિર નડિયાદ તથા પી.ડી.પટેલ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કોરોનાને લગતી આયુર્વેદિક સારવાર પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જે માટે દર્દીઓને રેપિડ ટેસ્ટ અથવા તો RTPCRના રીપોર્ટની નકલ અને આધારકાર્ડની નકલ સાથે લઈને આવવા જણાવાયું છે.