કપડવંજમાં શનિવારના રોજ સાંજના સમયે ગણપતિ વિસર્જન કરવા ગયેલા પાંચ યુવકો સંગમ નદીમાં ડૂબી ગયા હતાં. યુવકો ડૂબી જતાં સ્થાનિકો સહીત પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતીં. જેમાં ચાર યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. જયારે અન્ય એક યુવકની નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
કપડવંજમાં ગણેશ વિસર્જન કરવા ગયેલાં ચાર યુવાનોના નદીમાં ડૂબી જતા મોત - સંગમ નદી
ખેડાઃ જિલ્લાના કપડવંજમાં ગણેશ વિસર્જન કરતી વખતે પાંચ યુવાનો નદીમાં ડૂબી ગયા હતાં. સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા ચાર યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. જયારે અન્ય એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ETV BHARAT
નદીમાં ડૂબેલા મૃતક યુવકો પૈકીના એક 20 વર્ષીય ગૌરાંગ જનકભાઈ વાઘેલા, 18 વર્ષીય નિલેશ પ્રકાશભાઈ વાઘેલા, 20 વર્ષીય પ્રકાશભાઈ મુકેશભાઈ વાઘેલા, અને 20 વર્ષીય રાહુલભાઈ દશરથભાઈ વાઘેલા કપડવંજના અંતિસર દરવાજા વિસ્તારના રહેવાસી હતાં.જે નદીમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે ગયા હતાં, ત્યારે કરૂણ ઘટનાને લઈને કપડવંજ પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.