ખેડાગુજરાત વિધાનસભાના ચુંટણીની (Gujarat Assembly Elections 2022) જાહેરાત થવામાં જ છે, ત્યારે ચુંટણી જાહેર થાય તે પહેલા જ રાજકીય ગઠજોડ શરૂ થઈ ચુકી છે. ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલથી (Fagvel of Kheda district) આજે કોંગ્રેસની પરિવર્તન યાત્રાના પ્રારંભે પંચમહાલ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણસર્જાયુ છે. પૂર્વ સાંસદ અને અગ્રણી પ્રભાતસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ખેડા જિલ્લાના ફાગવેલ ખાતેથી આજથી કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનો (Parivartan Yatra Congress) પ્રારંભ કરાયો છે. જેમાં કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ સાંસદ પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગતઅમિત ચાવડા અને મોહન પ્રકાશ દ્વારા ખેસ પહેરાવી પ્રભાતસિંહનુ કોંગ્રેસમાં સ્વાગત કરાયુ હતું. પરિવર્તન યાત્રાના પ્રારંભે કોંગ્રેસ મહામંત્રી (Congress General Minister) મોહન પ્રકાશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ (Former President of Gujarat Pradesh Congress) અમિત ચાવડાએ ખેસ પહેરાવી પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતિસિંહ ચૌહાણનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતું. પ્રભાતસિંહ ચૌહાણ જિલ્લાના રાજકીય અગ્રણી છે. તેઓ બે વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેમજ પાંચ વખત ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં પ્રધાનપદે પણ રહી ચૂક્યા છે.