ખેડા: આણંદ કૃષિ યુનિવર્સિટીના મહેમદાવાદના નેનપુર ખાતે આવેલા ફાર્મ ટેક્નોલોજી ટ્રેનિંગ સેન્ટર ખાતે NMSA યોજના અંતર્ગત એક દિવસીય 'સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂત શિબિર' યોજવામાં આવી હતી. જેમાં મહેમદાવાદ તાલુકાના 12 ગામના ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.
ખેડા: કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ખેડા જિલ્લાના મહેમદાવાદના ફાર્મ ટેક્નોલોજી ટ્રેનિંગ સેન્ટર ખાતે ખેડૂતો માટે એક દિવસીય 'સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂત શિબિર' યોજવામાં આવી હતી. જેમાં તાલુકાના 12 ગામોના ખેડૂતોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ખેડૂત તાલીમ હોલમાં કૃષિ યુનિવર્સિટીના ડૉ.જે.કે.પટેલ, ડૉ.મનોહરસિંહ ઝાલા, ડૉ.ભરતભાઈ, ડૉ.તારકભાઈ તથા મદદનીશ ખેતી નિયામક ધવલ પટેલ દ્વારા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.