ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં EVM-VVPAT સંગ્રહ ગોડાઉનને કલેક્ટરની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું

ખેડા: નડિયાદ કલેક્ટર કચેરી ખાતે અંદાજે રૂ. 225 લાખના ખર્ચે નવનિર્મિત થયેલા ભારતના ચૂંટણી પંચના EVM તેમજ VVPAT સંગ્રહ ગોડાઉનને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

By

Published : May 22, 2019, 11:12 PM IST

Updated : May 22, 2019, 11:43 PM IST

EVM-VVPET સંગ્રહ ગોડાઉનને અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું

ખેડા જિલ્‍લા ચૂંટણી તંત્રની એક આગવી પહેલના ભાગરૂપે નડિયાદ કલેક્ટર કચેરીને EVMનું નવું ઘર (ગોડાઉન) મળ્યું છે. જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુધીર પટેલે જણાવ્‍યું કે, નડિયાદમાં 4000 EVM મુકી શકાય તેવું એક આગવું ગોડાઉન ઉભું કરવામાં આવ્યું છે. નડિયાદમાં આ અગાઉ EVM સ્‍ટોરેજ બિલ્‍ડીંગ ન હોવાને કારણે ચૂંટણીના સમયે ઘણી જ મુશ્‍કેલીઓ અનુભવવી પડતી હતી. એટલું જ નહીં સમયનો પણ વ્‍યય થતો હતો. આ નવીન EVM સ્‍ટોરેજ બિલ્‍ડીંગનું કામકાજ ખૂબ જ ટુંકા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

ખેડામાં EVM-VVPAT સંગ્રહ ગોડાઉનને અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું

કલેક્ટર કચેરી કંપાઉન્‍ડમાં 1450 ચોરસ મીટર વિસ્‍તારમાં EVM તેમજ VVPAT સ્‍ટોરેજ કામમાં મુખ્‍ય મકાન, આંતરિક રસ્‍તા, મુખ્‍ય દરવાજો, CCTV કેમેરા, ફાયર ફાઇટીંગ સિસ્‍ટમ, રેઇન વોટર હાર્વેસ્‍ટીંગ, પાર્કિંગ, કંમ્‍પાઉન્‍ડ વોલનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ નવીન EVM તેમજ VVPAT સ્‍ટોરેજ મકાનનું નિર્માણ થવાથી ચૂંટણી સમયે ખુબ જ સગવડતાભર્યું બની રહેશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, ખેડા લોકસભા બેઠકની મતગણતરી બાદ ઉપયોગમાં લેવાયેલ EVM તેમજ VVPATનો આ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે.

આ પ્રસંગે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી રાજપુત, કાર્યપાલક ઇજનેર ઉમેશ શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર પરમાર સહિત ચૂંટણી શાખાના કર્મીઓ હાજર રહ્યાં હતા.

Last Updated : May 22, 2019, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details