ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ઈ-એપીક લોન્ચ કરાયું

સોમવારે રાજ્યમાં ચૂંટણી આયોગ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં ઈ-એપિકનું ગાંધીનગરથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામાં 25મી જાન્યુઆરીની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મતદાતા દિવસની ઉજવણી
મતદાતા દિવસની ઉજવણી

By

Published : Jan 26, 2021, 8:03 AM IST

  • 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
  • ખેડામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ઇ-એપિક લોન્ચ
  • મતદાર યાદીમાં નવા નામ નોંધાયા

ખેડા : જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ, વિવિધ કચેરીના અધિકારીઓ જેવા કે N.C.C., N.S.S.ના અધિકારીઓ અને નવા યુવા મતદારો કે જેમની નોંધણી કરાયેલી છે, તેવા મતદારો અને બ્રાન્ડ એમ્બેસેડર આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો ભારતના ચૂંટણી પંચનો જે ધ્યેય છે. જે મતદારોમાં વધુને વધુ જાગૃતિ થાય, સુરક્ષિત અને નિર્ભીયીક રીતે મતદાન કરે, નવા મતદારો તેમના નામની નોંધણી કરાવે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો તેની જાગૃતિ પ્રજામાં પહોંચે તેવો રહેલો છે. જિલ્લા કક્ષાએ અને તાલુકા પ્રાંત કક્ષાએ પણ આ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઈ-માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. સોમવારે સમગ્ર જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ રાષ્ટ્રીય મતદાતા દિવસનો સંકલ્પ લેવામાં આવ્યા હતા.

મતદાતા દિવસની ઉજવણી

ઈ-એપિકની સુવિધાનો લાભ મળવાની શરૂઆત

01-01-2021ની સ્થિતિએ જે મતદારયાદી તૈયાર થઇ છે, તેમાં નવા નામ નોંધાયેલા હતા. તે મતદારોને આજથી ઈ-એપિકની સુવિધાનો લાભ મળવાની શરૂઆત થઈ ગઈ છે. વધુ ને વધુ મતદારો ઈ-એપીકના માધ્યમનો ઉપયોગ કરે અને તેઓના મોબાઈલ,લેપટોપ કે કોમ્પ્યુટરના માધ્યમથી તેઓના મતદાનની સંપૂર્ણ વિગતો જેવી કે મતદાન-મથક, મતદાન-નામ અને નંબર વગેરે મેળવી શકશે. બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા નવા મતદારોને આ બાબતની જાણ થાય તે માટે તેઓને સમજૂતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details