ખેડાઃ જિલ્લાના નડિયાદમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્મશાનમાં અર્ધ બાળેલી હાલતમાં કોરોના પોઝિટિવ મૃતકનો મૃતદેહ અધિકારીઓ છોડી ગયા હતા. બાદમાં પરિવારજનો દ્વારા અર્ધ બળેલો મૃતદેહની અંતિમવિધિ કરાઈ હતી.
નડિયાદ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી
- કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં છોડ્યો
- અધિકારીઓએ પીપીઇ કીટ પણ સ્મશાનમાં જ ફેંકી
- અર્ધ બળેલા મૃતદેહની અંતિમવિધિ પરિજનોએ કરી
- લોકોમાં તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલ
કોરોના કાળમાં નડિયાદનાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં નડિયાદ ખાતે સ્મશાનમાં કોરોના દર્દીનો અર્ધ બળેલો મૃતદેહ છોડી અધિકારીઓ જતા રહ્યા હતા. આ સિવાય અધિકારીઓ પીપીઈ કીટ પણ સ્મશાનમાં ફેંકી દીધી હતી. સ્મશાનમાં અર્ધ બળેલો મૃતદેહ જોવા મળતાં તંત્રની બેદરકારીને લઈને લોકો એકત્ર થયા હતા અને પરિવારજનો દ્વારા અર્ધ સળગેલા મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી.