ડાકોરઃ યાત્રાધામ ડાકોર ખાતે અધિક માસના અંતિમ દિવસે દિવાળીનો મનોરથ ઉજવવામાં આવ્યો હતો. મંદિરને ચોરો તરફ દિપોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અધિક માસના અંતિમ દિવસે રણછોડરાયજી મંદિરે દિવાળી મનોરથ ઉજવાયો - Diwali Manorath was celebrated at Dakor Ranchodrayji Temple
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે અધિક માસના અંતિમ દિવસે દિવાળી મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ રાજાધિરાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ડાકોર રણછોડરાયજી મંદિરે દિવાળી મનોરથ ઉજવાયો
મહત્વનું છે કે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં વર્ષ દરમિયાન આવતા દરેક ઉત્સવો ઉજવવામાં આવે છે.