નડિયાદના ઈપ્કોવાલા હોલ મેદાન ખાતે સમર્થન સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘જાનૈયાઓ છે પણ વરરાજા નથી’ તેમ જણાવી કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ખેડાથી દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું - lok sabha
ખેડાઃ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા આજરોજ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
આ સાથે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.સભા બાદ કાર્યકરો સાથે વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવામાં હતી.
ઉમેદવારી પત્ર ભરી દેવુસિંહ ચૌહાણે ખેડા લોકસભા બેઠક પર ઐતિહાસિક લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.