ખેડા: દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રી ઉત્સવની ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી માટે તડામાર તૈયારીઓને શિવભક્તો દ્વારા મોડી રાત સુધી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્ય બનાવવા માટે અબાલ-વૃદ્ધ સૌ ભાવિકો તૈયારીમાં લાગ્યા છે. શિવજીની શોભાયાત્રા,મંદિરની સજાવટ તેમજ ફળાહાર માટે ભાવિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણીની તૈયારીઓમાં ભાવિકો વ્યસ્ત
શિવભક્તિના મહાપર્વ મહાશિવરાત્રીની ખેડા જિલ્લામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. મહાશિવરાત્રીને ગણતરીના કલાકો બાકી હોય ત્યારે ભાવિકો ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.
મહાશિવરાત્રી
મહત્વનું છે કે, ખેડા જિલ્લાના નડિયાદ, ડાકોર, કઠલાલ, કપડવંજ સહિતના શહેરો તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવા માટે શિવમહાપૂજા, મહારૂદ્રાભિષેક, શોભાયાત્રા, ભજન સંધ્યા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓમાં હાલ શિવ ભક્તો વ્યસ્ત બન્યા છે.