- નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ
- પતંગ ઉદ્યોગ અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ
- નડિયાદની પતંગો રાજ્યભરમાં મોકલાય છે
- પતંગ ઉદ્યોગમાં પણ વર્તાઈ રહી છે મંદીની અસર
- મંદીનો માહોલ છવાતા હાલત કફોડી
ખેડાઃ નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. ગુજરાતભરમાં નડિયાદમાં બનાવેલા પતંગો ઉડાવાય છે. શહેરમાં 70 થી 80 જેટલા કારખાનાઓમાં 500 જેટલા પતંગોના કારીગરો દ્વારા વિવિધ પ્રકારની પતંગ બનાવવામાં આવે છે. જે સમગ્ર રાજ્યમાં મોકલવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે બજારોમાં હાલ મંદીનો માહોલ છવાતાં આ પતંગ ઉદ્યોગની હાલત કફોડી બની છે. જાણે કે, ઉત્તરાયણ પહેલા જ મંદીએ નડિયાદના પતંગ ઉદ્યોગનો પેચ કાપી નાખ્યો છે.
નડિયાદમાં પતંગનું મહત્વ
ઉતરાયણ પર પતંગનું મહત્વ એક-બે દિવસ કે, અઠવાડિયા પૂરતું હોય છે પરંતુ નડિયાદમાં પતંગનું મહત્વ આખા વર્ષ માટે રહેલું છે. પતંગ નડિયાદના અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ છે. આખા વર્ષ દરમિયાન અહીં પતંગ બનાવવાની કામગીરી ચાલતી રહે છે. શહેરના ગાજીપુરા વિસ્તારમાં 70 થી 80 જેટલા પતંગના કારખાના આવેલા છે. જેમાં 500 જેટલા કારીગરો કામ કરે છે. જે નાની-મોટી રંગબેરંગી એક રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની તમામ પ્રકારની પતંગ બનાવવામાં આવે છે. આ કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે કારીગરો મિનિટમાં 7 જેટલા પતંગ બનાવે છે.
નડિયાદની પતંગો રાજ્યભરમાં મોકલાય છે