ગુજરાત

gujarat

ETV Bharat / state

Dakor Fagni Poonam Mela 2022 : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર જતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ - હોળી 2022

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમના મેળાને (Dakor Fagni Poonam Mela 2022)લઈને પદયાત્રીઓનો અવિરત પ્રવાહ (Fagni Poonam Padyatri )ડાકોર જઈ રહ્યો છે. ડાકોરને જોડતા તમામ માર્ગો પર ભાવિકોનો વિશાળ મહેરામણ હોળી પૂનમના દર્શને (Holi 2022) ઉમટ્યો છે અને માર્ગો જય રણછોડના નાદથી ગૂંજી રહ્યાં છે.

Dakor Fagni Poonam Mela 2022 : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર જતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ
Dakor Fagni Poonam Mela 2022 : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર જતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

By

Published : Mar 17, 2022, 5:15 PM IST

ખેડાઃ ફાગણી પુનમે (Dakor Fagni Poonam Mela 2022)ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોઈ પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા (Fagni Poonam Padyatri )યાત્રા કરી ફાગણી પુનમના (Holi 2022) રોજ ડાકોર પહોંચી દર્શન કરે છે. જેને લઈ હાલડાકોર જતાં તમામ માર્ગો ભાવિકોથી ઉભરાઈ રહ્યા છે.

ડાકોર જતાં માર્ગો પર ગૂંજી રહ્યો છે જય રણછોડનો નાદ

ફાગણી પૂનમના દર્શનનો વિશેષ મહિમા - ડાકોર ખાતે ફાગણી પૂનમે (Holi 2022)રાજાધિરાજના દર્શન કરવાનો વિશેષ (Dakor Fagni Poonam Mela 2022) મહિમા છે. જેને લઈ હાલ ડાકોર જતા માર્ગો પર ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે. આખી રાત (Fagni Poonam Padyatri ) પદયાત્રા કરી ભાવિકો વહેલી સવારે 4 વાગેથી રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.

આ પણ વાંચોઃ Holi 2022: ફાગણી પૂનમ નજીક આવતા અમદાવાદ ડાકોર રોડ પર સેવા કેન્દ્રો ધમધમતા થયાં

17 થી 19 માર્ચ ફાગણી પૂનમનો મેળો - ડાકોર ખાતે 17,18 અને 19 માર્ચના રોજ ત્રિદિવસીય ફાગણી પૂનમનો (Holi 2022) મેળો યોજાનાર છે. જેને લઈ રાજાધિરાજના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ડાકોર (Fagni Poonam Padyatri ) જઈ રહ્યા છે. જ્યાં દર્શન કરી પદયાત્રીઓ પરત ફરશે. શાંતિપૂર્ણ માહોલમાં મેળો(Dakor Fagni Poonam Mela 2022) યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે ટેમ્પલ કમિટી તેમજ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

મહામારીને લઈ બે વર્ષથી બંધ રખાયો હતો મેળો - રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને લઈને ગત બે વર્ષ ડાકોર ખાતે યોજાતો ફાગણી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે કોરોના સંક્રમણ નિયંત્રિત હોય મેળો (Dakor Fagni Poonam Mela 2022) યોજવાનો નિર્ણય કરાતા ભાવિકો શ્રદ્ધા સાથે ડાકોર જતાં (Holi 2022) જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું

ABOUT THE AUTHOR

...view details