ગુજરાત

gujarat

ETV Bharat / state

રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર, જાણો ક્યાં સમયે દર્શન કરી શકાશે - temple

ખેડાઃ આગામી 16 જુલાઈના રોજ અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ શું દર્શનનો નવો સમય.

dgg

By

Published : Jun 28, 2019, 1:29 PM IST

16 જુલાઈના આરતીનો નવો સમય...

રણછોડરાયજી
  • પરોઢિયે 3ઃ15 કલાકે મંગળ આરતી થશે.
  • સાંજે 4ઃ35 કલાકે શ્રીજી પોઢી જશે અને મંદિર બંધ થઇ જશે.
  • સવારે 3ઃ15 થી 5 વાગ્યા સુધી દર્શન થશે.
  • સવારે 5 થી 5ઃ30 દરમ્યાન શ્રી રણછોડરાયજી મહારાજ ટેરામાં બાલભોગ,શૃંગારભોગ,ગ્વાલભોગ આરોગવા બિરાજશે. જે દરમ્યાન દર્શન બંધ રહેશે.
  • સવારે 5 થી 7:00 સુધી દર્શન થશે.આ સમયમાં શણગાર પણ આરતી થશે.
  • સવારના 7ઃ30 થી દર્શન ખુલીને 11ઃ30 વાગ્યા સુધી થશે.આ દરમિયાન જ ભોગ આરતી થશે.
  • ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન દર્શન બંધ રહેશે
  • બપોરે ૧૨:૦૦ કલાકે દર્શન ખુલીને મહાભોગ આરતી અને ૧૨:૩૦ સુધી દર્શન થશે.
  • બપોરે ૧૨:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી ભગવાન પોઢી જશે.
  • બપોરે ૧:૦૦ થી ૧:૩૦ સુધી દર્શન થશે.આ અરસામાં ઉત્થાપન આરતી થશે.
  • ૧:૩૦ થી ૧:૪૫ સુધી દર્શન બંધ રહેશે.
  • બપોરે ૧:૪૫ થી ૨:૩૦ સુધી દર્શન થશે.આ અરસામાં શયન આરતી થશે.
  • ૨:૩૦ થી ૩:૧૫ દર્શન બંધ રહેશે.
  • બપોરે ૩:૧૫ દર્શન ખુલીને સાંજે ૪:૩૫ સુધી દર્શન થશે
  • ભગવાન રણછોડરાયજી પોઢી જશે અને દર્શન બંધ થઇ જશે.

મહત્વનું છે કે ડાકોર પૂનમના દિવસે આવનાર ભક્તોમાં મંગળા આરતીના દર્શનનો ભારે મહિમા હોય છે.

ABOUT THE AUTHOR

...view details