ખેડાના વાડદ ગામમાં મગર ચડી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો
ખેડાઃ જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શેઢી નદીના પાણી ઓસરતાં રહેણાંક વિસ્તાર નજીક મગર આવી ચઢતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો. આ વાતની જાણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વનવિભાગને પણ કરવામાં આવી હતી.
crocodile
ખેડા જિલ્લામાં ભારે વરસાદના લઈને સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ હાલ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે ઓસરી રહ્યા છે. જેમાં ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે શેઢી નદીમાં પાણી ઓસરતા મગર રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યો હતો. ગામની નવીનગરીના પાણીમાં મગર આવતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે. જેથી તાલુકા વિકાસ અધિકારીને જાણ થતાં તેમણે તત્કાલ વનવિભાગને જાણ કરી હતી.