ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં કોરોના કેસોમાં ઘટાડો યથાવત્, બુધવારે 132 કેસો નોંધાયા - Corona transition

ખેડા જીલ્લામાં સતત મોટી સંખ્યામાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે.જો કે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેટલાક દિવસોથી કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.ગુરુવારે જીલ્લામાં નવા 132 કેસો નોધાયા છે.

corona
ખેડામાં કોરોના કેસોમાં ઘટાડો યથાવત, બુધવારે 132 કેસો નોંધાયા

By

Published : May 13, 2021, 8:12 AM IST

  • જીલ્લામાં કેટલાક દિવસોથી કેસોમાં આંશિક ઘટાડો
  • ગરુવારે નવા 132 કેસો નોંધાયા
  • જીલ્લામાં હાલ કુલ 1259 દર્દીઓ દાખલ

ખેડા: જિલ્લામાં પ્રતિદિન મોટી સંખ્યામાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. ગુરુવારે જીલ્લામાં નડિયાદમાં 69, મહુધામાં 21, વસોમાં 12,મહેમદાવાદમાં 12,કઠલાલમાં 10,માતરમાં 4,કપડવંજમાં 2,ગળતેશ્વરમાં 1 અને ઠાસરામાં 1 મળી કુલ નવા 132 કેસો નોધાયા હતા.


કેસોમાં આંશિક ઘટાડો યથાવત

જીલ્લામાં રોજીંદા કોરોના કેસોના 200 સુધી પહોંચેલા આંકડામાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.મંગળવારે 171 કેસો નોંધાયા બાદ બુધવારે 132 કેસો નોધાયા છે.નડીયાદમાં પણ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :ખેડામાં કોરોનાગ્રસ્ત 2 દર્દીના મોત, વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો


જીલ્લામાં હાલ કુલ 1259 દર્દીઓ દાખલ

જીલ્લામાં અત્યાર સુધી કુલ 8283 દર્દીઓ નોંધાયા છે.જેમાંથી 6988 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.જ્યારે હાલ કુલ 1259 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ છે.

ABOUT THE AUTHOR

...view details