દેશની જનતા ભાજપ સરકારને હટાવી કોંગ્રેસની સરકાર લાવવાનું મન બનાવી ચુકી હોવાનું જણાવી સભામાં અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપ સરકાર માત્ર વિકાસની વાતો કરે છે, તેમ જણાવી રાજ્યમાં ભાજપનું શાસન છે છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પીવાના પાણી, સિંચાઇના પાણીની સમસ્યાઓ છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વિકાસના પોકળ દાવાઓ ખુલ્લા પડી ગયા છે.
દેશની જનતા BJP સરકારને હટાવાનું મન બનાવી ચુકી છેઃ અમિત ચાવડા - Loksabha election
ખેડાઃ કપડવંજ તાલુકાના અંતિસર ગામે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાંકલ કરવામાં આવી હતી.
amit
કોંગ્રેસની આવનારી કેન્દ્ર સરકાર પીવાના પાણીની સમસ્યાને અગ્રતા આપી તેના ઉકેલ માટે કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. સાથે જ અમિત ચાવડાએ પંચમહાલમાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સભામાં ખેડા તેમજ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Apr 12, 2019, 10:22 AM IST