ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં 18થી 45 વર્ષના નાગરિકોના રસીકરણનો પ્રારંભ

સમગ્ર રાજ્યની સાથે ખેડા જિલ્લામાં પણ 18થી 45 વર્ષના લોકોનું શુક્રવારથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન વાળા લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં 18થી 45 વર્ષના નાગરિકોના રસીકરણનો પ્રારંભ
ખેડા જિલ્લામાં 18થી 45 વર્ષના નાગરિકોના રસીકરણનો પ્રારંભ

By

Published : Jun 6, 2021, 4:08 PM IST

  • જિલ્લામાં 25 કેન્દ્રો પર રસીકરણ હાથ ધરાયું
  • દૈનિક 5,000 નાગરિકોને રસી અપાશે
  • રસીકરણને લઈ લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ
    ખેડા જિલ્લામાં 18થી 45 વર્ષના નાગરિકોના રસીકરણનો પ્રારંભ

ખેડાઃ કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે શુક્રવારથી 18 વર્ષથી ઉપરની ઉંમરના નાગરિકોનું રસીકરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં 25 કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન

દૈનિક 5,000 નાગરિકોને રસી અપાશે

ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકો સહિતના 25 કેન્દ્રોમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. જે તમામ કેન્દ્રો પર રજિસ્ટ્રેશન ધરાવતા 200 વ્યક્તિઓને રસી આપવામાં આવશે. જે મુજબ જિલ્લામાં દૈનિક 5,000ની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવશે. ખેડા જિલ્લામાં 9.5થી 10 લાખ વ્યક્તિઓ 18થી 45 વર્ષની વય મર્યાદામાં આવતા હોવાનો આરોગ્ય વિભાગનો અંદાજ છે.

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં રસીકરણને લઈ યુવાઓમાં જોવા મળ્યો ઉત્સાહ

રસીકરણને લઈ લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

યુવાનો દ્વારા રસીકરણ શરૂ થવાની રાહ જોવાઈ રહી હતી. જે બાદ શુક્રવારથી શરૂ થયેલા વેક્સિનેશનને લઈને જિલ્લામાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, ક્યાંક ઓનલાઈન રજિસ્ટ્રેશનને લઈ લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details