ખેડાઃ જિલ્લાના મહેમદાવાદમાં ગત રાત્રિ દરમિયાન લક્ઝરી બસ બેંગ્લોરથી જોધપુર જઈ રહી હતી. તે દરમિયાન માંકવા ગામ નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બસનું ટાયર ફાટ્યું હતું. જેને પગલે બસમાં આગ લાગવા પામી હતી. જો કે પેટ્રોલ પંપના સ્ટાફ દ્વારા તમામ મુસાફરોને સમયસૂચકતાની સાથે હેમખેમ બસની બહાર ઉતારી દીધા હતા. નડીયાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ, 28 પરપ્રંતિયોનો આબાદ બચાવ - latest news of kheda
ખેડાના મહેમદાવાદના માંકવા પાસે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર પરપ્રાંતિયોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં આગ લાગી હતી. સમય સૂચકતાને પગલે બસમાં સવાર તમામ 28 મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
અમદાવાદ-વડોદરા હાઈવે પર બસમાં આગ
લોકડાઉનમાં બેંગ્લોર ખાતે ફસાયેલા રાજસ્થાનના લોકોને લઈને બસ જોધપુર જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી. બસમાં 28 લોકો સવાર હતા.