ગુજરાત

gujarat

ETV Bharat / state

કપડવંજમાં ભાજપે યોજી પ્રચાર સભા - BJP organized a campaign meeting in Kapadvanj

ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે વૉર્ડ નંબર 3માં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રચાર સભા સંબોધી હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટીવા અપીલ કરી હતી.

કપડવંજ
કપડવંજ

By

Published : Feb 27, 2021, 7:36 PM IST

  • કપડવંજમાં ભાજપની પ્રચાર સભા યોજાઈ
  • ભાજપના ઉમેદવારોને બહુમતીથી ચૂંટીવા અપીલ
  • કપડવંજમાં ભાજપ ભારે બહુમતીથી જીતશે : સાંસદ દેવુસિંહ ચૌહાણ

ખેડા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ કરી દેવાયું છે, ત્યારે ખેડાની કપડવંજ નગરપાલિકાની ચૂંટણીને લઈને સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા પ્રચાર સભા યોજાઈ હતી.

કપડવંજમાં ભાજપે યોજી પ્રચાર સભા

કપડવંજમાં ભાજપ ભારે બહુમતીથી જીતશે : સાંસદ દેવુસિંહ ચૌહાણ

સભા સંબોધતા કોંગ્રેસ વિપક્ષમાં રહેવા માટે પણ લાયક રહી નથી અને અપક્ષો તેમજ અસંતુષ્ટો પાસે કોઈ ચોક્કસ વિકાસની વિચારધારા કે એજન્ડા પણ નથી. તેથી ભાજપનો કોઈ વિકલ્પ નથી, તેમ જણાવીને સાંસદ દેવુસિંહે નગરપાલિકાની 28 બેઠકો પૈકી ભાજપના 24 ઉમેદવારોમાંથી 20થી 22 ઉમેદવારોને લોકો ચૂંટી કાઢશે અને નગર પાલિકામાં સત્તાના સૂત્રો સંભાળશે, તેવો આશાવાદ પ્રગટ કર્યો હતો.

પૂર્વ નગર અધ્યક્ષા સેજલબેન બ્રહ્મભટ્ટે પ્રાસંગિક પ્રવચન આપ્યું

આ પ્રસંગે ભાજપના ઉમેદવારો અરવિંદ પટેલ અને રુચાબેન આચાર્યએ યુવાનોને પ્રાધાન્ય આપવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર માન્યો હતો. કપડવંજ શહેર ભાજપ પ્રમુખ આશિષ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. જ્યારે ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ ખમણવાળા અને પૂર્વ નગર અધ્યક્ષા સેજલબેન બ્રહ્મભટ્ટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details