- ખેડાના નવનિયુક્ત 99 શિક્ષકોને મળ્યો નિમણૂકપત્રો
- સમારોહમાં ગાંધીનગરથી ઓનલાઈન કાર્યક્રમથી મુખ્યપ્રધાન પણ જોડાયા
- સૌ શિક્ષક અમુલ્ય સેવા આપે અને પાંચ ઝાડ વાવેઃ શિક્ષણપ્રધાન
ખેડાઃ જિલ્લામાં નવનિયુક્ત 99 શિક્ષકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ભરતી કાર્યક્રમ ગાંધીનગરથી ઓનલાઈન રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પસંદ થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમ જ શિક્ષકોના પરિવારજનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યપ્રધાન તેમ જ શિક્ષણપ્રધાનના હસ્તે ગાંધીનગરમાં 5 શિક્ષકોને 5 પુસ્તકોનો સેટ આપી સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી સન્માન કરાયું હતું.
ખેડાના નવનિયુક્ત 99 શિક્ષકોને મળ્યો નિમણૂકપત્રો આ પણ વાંચોઃબનાસકાંઠામાં નવનિયુક્ત 189 શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર
બાળકોને સારૂ શિક્ષણ કાર્ય આ સમયમાં મળે :મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બાળકોના ભવિષ્ય અંગે વિચાર કર્યો છે. આ સમયે ઓફલાઈન શિક્ષણ શક્ય ન હોવાથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ રાખવામાં આવ્યુ છે. આથી બાળકોના ભવિષ્ય પર અસર ન પડે, વાલીઓ મૂંઝવણમુક્ત બને અને શિક્ષકે બાળકનું સારા ભાવિનો પાયો નાખનારા ભગવાન સમાન ગુરૂ છે. આપણે પહેલાનો દરજ્જો આપણે હંમેશા શિક્ષકને આપ્યો છે. હાલના સમયમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષથી માસ પ્રમોશન મળી રહ્યુ છે. જેની નોંધ સૌ શિક્ષકમિત્રો લે અને વિદ્યાર્થી કોઈ માહિતીથી વંચિત ન રહે અને સારૂ શિક્ષણ કાર્ય આ સમયમાં તેમને મળે. કારણ કે, આજનું બાળક ભવિષ્યનું ભારત છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોએ વિડીયો કોન્ફરન્સની મારફતે પોતાના પ્રતિભાવ આપ્યો હતો.
સૌ શિક્ષક અમુલ્ય સેવા આપે અને પાંચ ઝાડ વાવેઃ શિક્ષણપ્રધાન આ પણ વાંચોઃવિશ્વ નર્સ દિવસ નિમિતે પોરબંદરમાં નૌસેનાની ટીમે નર્સ સ્ટાફનું કર્યું સન્માન
શિક્ષણ પ્રધાને કાર્યક્રમમાં તમામ શિક્ષકોને વૃક્ષ વાવવા અપીલ કરી હતી
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક શિક્ષકોને પોતાના શિક્ષણ તંત્રમાં આવકાર આપી સૌ શિક્ષક પોતાની અમૂલ્ય સેવા આપે અને નિરક્ષરોને સાક્ષર બનાવે તેમ જ દરેક શિક્ષક પાંચ ઝાડ વાવીને પુણ્યના કામમા જોડાય તેમ તેઓએ જણાવ્યું હતું. આ ભરતી પ્રક્રિયા સરકારે ફેસલેસ અને પેપરલેસ રાખી હતી, જે અંતર્ગત ખેડા જિલ્લામાં 99 જેટલા નવનિયુકત શિક્ષકોને નિમણૂકપત્રો નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.