સિરપ કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો ખેડા:સિરપ કાંડ મામલામાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. ઝડપાયેલા આરોપીના રિમાન્ડ દરમ્યાન પૂછપરછમાં ખુલાસો થતા પોલિસ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. યોગેશ સિંધીની ફેક્ટરીમાં મશીનરી ચલાવતા રાજદિપસિંહ વાળાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાજદીપસિંહ સિરપ બનાવવા માટેની મશીનરી અને પેકિંગ કરવા બાબતોનો ટેકનિકલ જાણકાર હોઈ તે ફેક્ટરીમાં મશીનરી ચલાવતો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
પૂછપરછ દરમિયાન થયો ખુલાસો:પોલીસ દ્વારા મિડીયાને આપવામાં આવેલી માહિતીમાં જણાવાયુ હતું કે સમગ્ર મામલામાં ઝડપાયેલા છ આરોપીઓના રિમાન્ડ મેળવી હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જે દરમિયાન યોગેશ સિંધીની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. યોગેશ સિંધી તેની ફેક્ટરીમાં સિરપ બનાવતો હતો. આ સીરપ બનાવવા માટે તે એરેજોન નામનું કેમિકલ મુંબઈથી તોફીક પાસેથી લાવતો હતો.
ખેડાના ડભાણ પાસે પેહલા એક ફેકટરી બનાવી આ પ્રકારની સીરપનું પ્રોડક્શન કરવામાં આવતું હતું. આ સિરપ બનાવતી ફેકટરીમાં કામ કરતો રાજદીપ સિંહ વાળા નામનો શખ્સ યોગેશ સિંધીના સંપર્કમાં આવ્યો હતો. રાજદીપ આ સીરપ બનાવવા માટે મશીનરી અને પેકિંગ કરવા બાબતોનો ટેકનિકલ જાણકાર હતો. જેને લઈ યોગેશ સીંધીએ તેને પોતાના ફેકટરીમાં કામ કરવા જણાવતા તે યોગેશ સીંધીની ફેકટરીમાં સમગ્ર મશીનરી ચલાવતો હતો. જેનો ખુલાસો થતા પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજદીપ વાળાની પૂછપરછ બાદ પોલીસ સમગ્ર સિરપકાંડ મામલે વધુ ખુલાસાઓ કરી શકે છે.
અગાઉ છ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા:અત્યાર સુધી સમગ્ર સિરપકાંડ મામલામાં અગાઉ પોલીસ દ્વારા કુલ છ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જેને રિમાન્ડ પર લઈ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરાઈ રહી છે. મામલામાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીવાથી અત્યાર સુધી કુલ સાત વ્યક્તિઓના મોત નિપજી ચૂક્યા છે.
- બિલોદરા સીરપકાંડના આરોપી યોગેશ સિંધીએ સીરપ માટે 15 હજાર લિટર કેમિકલ મંગાવ્યું હોવાનો ખુલાસો
- ખેડા સિરપ કાંડમાં વડોદરાના બે આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર