નડિયાદ નેશનલ હાઇવે પર રોંગ સાઇડે જઈ રહેલી કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 2 મહિલાના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય 4 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તેમજ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ નેશનલ હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત , 2ના મોત - ખેડા લેટેસ્ટ અકસ્માત ન્યૂઝ
ખેડાઃ જિલ્લાના નડિયાદ નેશનલ હાઇવે 8 પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 2 મહિલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જયારે અન્ય 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
car and rickshaw accident
મહત્વનું છે કે, હાઇવે પર આવેલા સીએનજી પમ્પ પર ગેસ પુરાવી રોંગસાઈડે જતા વાહનોને કારણે હાઇવે નંબર 8 પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. ત્યારે તંત્ર દ્વારા સીએનજી ગેસ પુરાવા રોંગ સાઈડ પર જતા વાહનોને અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે.