ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં સતત 32 વર્ષથી અવિરત ચાલતો પંખીઓ માટેનો અનોખો સેવાયજ્ઞ, જુઓ આ અહેવાલમાં

એક તરફ જ્યાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે. અનેક લોકોના ધંધા રોજગારને ભારે અસર પહોંચતા જીવનયાપન કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે નડિયાદના મહોળેલ ગામમાં પક્ષીપ્રેમી ખેડૂત દ્વારા અબોલ પક્ષીઓ માટે અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જ્યાં નિયમિત રીતે છેલ્લાં 32 વર્ષથી પેઢી-દર-પેઢી રોજનું 100 કિલો અનાજ પક્ષીઓને ચણ તરીકે નાખવામાં આવે છે.

ખેડામાં સતત 32 વર્ષથી અવિરત ચાલતો પંખીઓ માટેનો અનોખો સેવાયજ્ઞ, જુઓ આ અહેવાલમાં
ખેડામાં સતત 32 વર્ષથી અવિરત ચાલતો પંખીઓ માટેનો અનોખો સેવાયજ્ઞ, જુઓ આ અહેવાલમાં

By

Published : Sep 4, 2020, 10:08 PM IST

ખેડા: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં પક્ષીઓ માટે એક અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જ્યાં પિનલભાઈ પટેલ નામના પક્ષીપ્રેમી ખેડૂત દ્વારા રોજનું 100 કિલો જેટલું અનાજ પક્ષીઓને ચણ તરીકે નાખવામાં આવે છે. પિનલભાઈના પરિવારમાં પેઢી દર પેઢી છેલ્લા 32 વર્ષોથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

ખેડામાં સતત 32 વર્ષથી અવિરત ચાલતો પંખીઓ માટેનો અનોખો સેવાયજ્ઞ, જુઓ આ અહેવાલમાં

તેમના દાદા દ્વારા ગામમાં બનાવેલા ચબૂતરા પર પક્ષીઓને રોજ નિયમિતપણે ચણ નાખવામાં આવતું હતું. તેઓ નાનપણથી તેમના દાદા સાથે ચણ નાખવા જતા હોઇ અબોલ પક્ષીઓ પ્રત્યે તેમને વિશેષ લગાવ થતા અત્યારના સમયમાં પણ તેમણે આ સદપ્રવૃત્તિ જાળવી રાખી છે. આ કાર્યમાં તેમના પત્ની પણ સહભાગી થયા છે. પક્ષીઓને ચણ નાખવું એ હવે પિનલભાઈનો નિત્યક્રમ બની ગયો છે.

પિનલભાઈ રોજ સવારે વહેલા ઉઠી બે માળ ઉંચી ચબૂતરી પર જઈ ઉપર અનાજ ખેંચે છે અને નીચેથી તેમના પત્ની કિંજલબેન અનાજ ભરી આપે છે. જ્યાં હજારોની સંખ્યામાં આવી પંખીડા સુખેથી આ ચણ ચણે છે. પંખીઓ માટેનું આ ચણ પિનલભાઈના પોતાના ખેતરમાં પાકેલું અથવા ખરીદેલું હોય છે. કયારેક કોઈ મિત્ર કે ગ્રામજનો તરફથી પણ ચણ માટે અનાજનું દાન આપવામાં આવે છે.

પિનલભાઈના પોતાના ખેતરમાં થતા અનાજમાંથી પરિવારની જરૂરિયાત મુજબનું અનાજ રાખી બાકીનું તમામ પક્ષીઓ માટે ફાળવવામાં આવે છે. ઘઉં,બાજરી,જાર અને ચોખા સહિત સિઝનમાં બધુ મળી સરેરાશ લગભગ 800 મણ જેટલા અનાજનો જથ્થો રાખવામાં આવે છે.

હાલના સમયમાં જ્યારે સામાન્ય માણસને પણ બે ટંક ખાવાનું ભેગું કરતા પણ આકરું પડે છે ત્યારે પક્ષીઓ ભૂખ્યા ન રહે તે માટેના આ અનોખા સેવાયજ્ઞ દ્વારા પિનલભાઈએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ખેડાથી ધર્મેન્દ્ર ભટ્ટનો વિશેષ અહેવાલ, ઇટીવી ભારત.

ABOUT THE AUTHOR

...view details