ગુજરાત

gujarat

ETV Bharat / state

સરદાર જયંતિ નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવરનું અનાવરણ કરાયું - નડિયાદના તાજા સમાચાર

નડિયાદ ખાતે સરદાર જન્મજયંતી નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ કાયમી પીક્ટોરિયલ કેન્સલેશન સ્ટેમ્પનું અનાવરણ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
સરદાર જયંતિ નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવરનું અનાવરણ કરાયું

By

Published : Oct 31, 2020, 5:03 PM IST

Updated : Oct 31, 2020, 5:33 PM IST

  • નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરાઇ
  • પોસ્ટ વિભાગે સ્પેશિયલ કવર અને કાયમી પીક્ટોરિયલ કેન્સલેશન સ્ટેમ્પનું અનાવરણ કર્યું
  • કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું થયું પાલન

ખેડા: ભારતીય ટપાલ વિભાગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્પેશિયલ કવર તેમજ કાયમી પીક્ટોરિયલ કેન્સલેશન સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યું છે. જે મુખ્ય દંડક પંકજ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરદાર સાહેબ જે સ્કૂલમાં ભણ્યા હતા તે મોગલકોટ નડિયાદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ કોમર્સ હાઇસ્કૂલના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સરકારની કોવિડ-19 ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી યોજવામાં આવ્યો હતો.

સ્પેશિયલ કવરનું અનાવરણ

પંકજ દેસાઈએ સરદાર સ્મૃતિ ખંડની મુલાકાત લીધી

મુખ્ય દંડક પંકજ દેસાઈએ હાઇસ્કૂલમાં આવેલા સરદાર સ્મૃતિ ખંડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સરદાર સાહેબ સાથે સંકળાયેલ પુસ્તકો, બેન્ચ તથા ફોટો પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

સરદાર જયંતિ નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવરનું અનાવરણ કરાયું

કાર્યક્રમમાં અધિકારીઓએ આપી હાજરી

આ પ્રસંગે સરદાર પટેલ હાઇસ્કૂલના આચાર્ય હેમંતભાઇ ભટ્ટ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ એચ.સી.પરમાર, સરદાર પટેલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી.આર.પટેલ, ટેકનિકલ હાઇસ્કૂલના આચાર્ય સતિષભાઈ તેમજ હરીશભાઈ કડિયા, પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Oct 31, 2020, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details