ગુજરાત

gujarat

ETV Bharat / state

નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવાભાવનાના ઉમદા ઉદાહરણરૂપ ખીચડી ઘર

નિવૃત્ત વડીલો દ્વારા નિવૃત્તિના સમયનો સદુપયોગ કરી ગરીબ જરૂરિયાતમંદો માટે ખીચડી ઘરની સેવા શરૂ કરવામાં આવી છે. જ્યાં દરરોજ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે. જે પ્રવૃત્તિ મહામારીના સમયમાં જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે. નિવૃત્તિમાં સદપ્રવૃત્તિનું વડીલોનું આ સેવાકાર્ય અનેકોને સેવા કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવાભાવનાના ઉમદા ઉદાહરણરૂપ ખીચડી ઘર
નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવાભાવનાના ઉમદા ઉદાહરણરૂપ ખીચડી ઘર

By

Published : Jun 26, 2020, 5:06 PM IST

ખેડાઃ જરૂરિયાતમંદોને ભોજન સાથે સમાજને સેવાભાવનાની પ્રેરણા પુરી પાડતું વડીલોનું આ ખીચડી ઘર નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવા ભાવનાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. કોરોનાની મહામારીમાં ગરીબ જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવનાને લઈ મિત્રોએ ભેગા મળી જરૂરિયાતમંદો માટે ખીચડી ઘરની સેવા શરૂ કરવામાં આવી હોવાનું આ વડીલો જણાવી રહ્યાં છે.

નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવાભાવનાના ઉમદા ઉદાહરણરૂપ ખીચડી ઘર
નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવાભાવનાના ઉમદા ઉદાહરણરૂપ ખીચડી ઘર

દરરોજ અંદાજિત 250 જેટલા જરૂરિયાતમંદો અહીં ભોજન કરે છે. જેમાં ખીચડી, દાળભાત,દાળ ઢોકળી ભાત, રસ પુરી,પુરી શાક તેમજ મીઠાઇ એમ રોજ જુદુંજુદું ભોજન આપવામાં આવે છે. વડીલોની આ ભોજન સેવા અનેક જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ ભોજન સેવા માટે સામગ્રી લાવવાની, ભોજન તૈયાર કરાવવાની તેમ જ ભોજન વિતરણ કરવાની તમામ કામગીરી આ વડીલો દ્વારા જાતે જ કરવામાં આવે છે. આ વડીલોમાં કોઈ એરફોર્સ, કોઈ સરકારી અધિકારી તો કોઈ કોલેજમાં આચાર્ય તરીકે એમ વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવી હાલ નિવૃત જીવન સેવા કાર્યોમાં વિતાવી રહ્યાં છે.

નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવાભાવનાના ઉમદા ઉદાહરણરૂપ ખીચડી ઘર

વયોવૃદ્ધ અવસ્થામાં પણ સેવા ભાવનાનો વડીલોનો આ જુસ્સો ખરેખર જ સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details