ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં ખેડૂતે પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું

ખેડા જિલ્લાના પડવણિયા ગામે ખેડૂતે પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું હતું. ખેતરમાં આવવા-જવાના રસ્તો બીજા ખેડૂતે બંધ કરી દેતા રસ્તો ખોલવા બાબતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નિકાલ નહી આવે તો આજરોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા પોલિસે પહોંચી અટકાયતી પગલા લીધા હતા.

ખેડામાં ખેડૂતે પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપી
ખેડામાં ખેડૂતે પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપી

By

Published : Nov 3, 2020, 4:37 AM IST

  • ખેડામાં ખેડૂતે પરિવાર સહિત આત્મવિલોપનની આપી ચીમકી
  • ખેતરમાં આવવા જવાનો રસ્તો અન્ય ખેડૂત દ્વારા બંધ કરી દેવામાં આવતા કરી હતી રજૂઆત
  • અરજીને ધ્યાને નહી લેતા આપી હતી આત્મવિલોપનની ચીમકી

ખેડાઃ જિલ્લાના ઠાસરા તાલુકાના પડવણિયા ગામના ખેડૂતનો ખેતરમાં આવવા જવાનો રસ્તો અન્ય ખેડૂત દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ ખેડૂત દ્વારા મામલતદાર સહિત તંત્રમાં રજૂઆત કરવામાં આવે હતી. જે રજૂઆત ધ્યાને નહી લેતા ખેડૂતે આજરોજ પરિવાર સાથે આત્મવિલોપન કરશે તેવી ખેડૂતે અરજી આપી હતી.

ખેડામાં ખેડૂતે પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપી

યોગ્ય ઉકેલ કરવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવી

જેને લઈ ખેડૂત પરિવાર કોઈ પગલું ભરે તે પહેલા પોલિસ તેમજ સ્થાનિક આરોગ્ય તંત્ર પડવણિયા ગામે પહોંચ્યુ હતું. જ્યાં અટકાયતી પગલા લઈ ખેડૂત પરિવારને યોગ્ય ઉકેલ કરવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવી હતી. મામલતદાર હાજર રહ્યા ન હોઈ ખેડૂત પરિવારજનો રોષે ભરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details