- ઘરના આંગણે 51 ચોરસ ફૂટની વિશાળ રંગોળી દ્વારા રસીકરણ જાગૃતિ
- કોરોનાથી બચવા રસીકરણ અસરકારક
- વાલ્લા શાળાના શિક્ષકનો જાગૃતિ માટે એક પ્રેરક પ્રયાસ
ખેડાઃ નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ કોરોનાની મહામારીમાં અનેકવિધ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ અને પ્રેરક પ્રયોગ આદર્યા છે. હવે 18 વર્ષથી ઉપરની તમામ જનતા માટે રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે શાળાના કલાકાર શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે પોતાના ઘરના આંગણે 51 ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરીને જનજાગૃતિની ઉમદા કામગીરી કરી છે.
ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ આ પણ વાંચોઃજૂનાગઢના સિનિયર કોર્પોરેટરે જાહેર માર્ગો પર કોરોના અંગે જન જાગૃતિ આવે તેવા સૂત્રો લખ્યા
કોરોનાથી બચવા રસીકરણ અસરકારક
"વેક્સિનેશનના પગલે ચાલ ,એ છે કોરોનાનો મહાકાલ" નામની આ રંગોળીમાં કોરોનાથી બચવા માટે રસીકરણ ખૂબ અસરકારક બતાવાયું છે. અહીં બે પગલાં વેક્સિન અને સિરિન્જ દેખાય છે. તે રસ્તે ચાલવાથી કોરોના સંક્રમણ અટકશે તેમ બતાવ્યું છે તથા વેક્સિનેશન કોરોનાની ચેઈન તોડી તેનો ખાતમો કરશે તે સૂચવ્યું છે. 18 વર્ષથી ઉપરના તમામે આ રસી લેવી જ જોઈએ તેમ બતાવ્યું છે. સાથે સમગ્ર જનસમાજને આ રસી લેવાની હાકલ પણ કરવામાં આવી છે. કોરોના યોદ્ધા શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આ પહેલા પણ અનેક સરકારી અભિયાનમાં પ્રેરક રંગોળી દ્વારા જન જાગૃતિના સફળ પ્રયાસ કર્યા છે.
ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ