ખેડા: જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ શહેરમાં નાગરિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 50,000 જેટલા માસ્ક પોલીસ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યાં હતા. માસ્ક પહેર્યા વિના નીકળતા નાગરિકોને માસ્ક પહેરાવી તેમને જવાબદારીનું ભાન કરાવવા સાથે માસ્ક જ કોરોના કવચ અને માસ્ક જ વેક્સિન છ, તેવી સમજ આપી કોરોના સામે જાગૃતિ માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા. માસ્ક પહેર્યા વિના નીકળતા લોકોને માસ્ક પહેરાવી સેવાકીય અભિગમ અપનાવી પોલીસ દ્વારા લોકોને જાગૃતિ માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ખેડા પોલીસ દ્વારા 50,000 માસ્કનું વિતરણ કરાયું
ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ શહેરમાં નાગરિકોને 50,000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી માસ્ક વિતરણ કરવા સાથે જ નાગરિકોને કોરોના સામે રક્ષણ માટે નિયમોનું પાલન કરી જાગૃત કરવામાં આવ્યા હતા.
ખેડા પોલીસ દ્વારા 50,000 માસ્કનું વિતરણ કરાયું
ઉલ્લેખનીય છે કે, નડિયાદ શહેરમાં પ્રતિદિન સરેરાશ 10 જેટલા કોરોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેને લઈ નડિયાદ શહેરમાં જ કોરોના દર્દીઓનો આંકડો 500થી વધુ થયો છે.