ખેડા: ખેડાના નડિયાદના કણજરી ગામના સ્વામિનારાયણ નગરમાં આવેલા 100 ફૂટ ઉંડા કૂવામાં ગામના એક 45 વર્ષીય વ્યક્તિ પડી જવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ખેડામાં 45 વર્ષીય વ્યક્તિ કૂવામાં ખાબકી, બચાવ કામગીરી હાથ ધરાઈ
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી ગામમાં 45 વર્ષિય આધેડ કૂવામાં પડી જવાની ઘટના બની હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, હજી સુધી તેમની ભાળ મળી નથી.
ખેડામાં 45 વર્ષીય વ્યક્તિ કૂવામાં ખાબકી, બચાવ કામગીરી હાથ ધરાઈ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામના સીમ વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ ચાવડા નામના આધેડ અચાનક કૂવામાં પડી ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા આણંદ, નડિયાદ અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કૂવામાં પડેલા શખ્સને બહાર કાઢવા સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે, મોડે સુધી આ શખ્સની ભાળ મળી શકી નથી.