- પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિક્ષાત્મક કાર્યવાહી
- કાર્યરત હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયાં
- ખેડા શહેર અને તાલુકાના હોદ્દેદારો
ખેડા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની સામે ઉમેદવારી નોંધાવનારા તેમજ અન્યને ઉમેદવારી નોંધાવવા માટે ઉશ્કેરનારા ખેડા જિલ્લાના ભાજપના વિવિધ હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોને ભાજપમાંથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
કાર્યરત હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયાં
ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હોદ્દેદારોમાં સંગઠન ઉપપ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, યુવા મોરચા પ્રમુખ, લઘુમતી મોરચા પ્રમુખ, શહેર મંત્રી, મહામંત્રી, શહેર ઉપપ્રમુખ તેમજ સક્રિય સભ્યોનો સમાવેશ થાય છે. જેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ટિકિટ ફાળવણીમાં અસંતોષને લઈને ઉમેદવારી નોંધાવી
તાજેતરમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા હોદ્દેદારો તેમજ પદાધિકારીઓને ટિકિટની ફાળવણી કરવામાં આવી ન હતી. તેમજ તેમના અંગત માણસોને પણ ટિકિટ આપવામાં આવી ન હતી. જેને લઇ હોદ્દેદારોમાં રોષની લાગણી ફેલાઇ હતી. જે અસંતોસષને કારણે તેમને ભાજપ પક્ષ સામે પોતે ઉમેદવારી નોંધાવી હતી અને પોતાના અંગત વ્યક્તિઓને ઉમેદવારી નોંધાવવા માટે ઉશ્કેરણીજનક કામગીરી કરી હતી. આ ભાજપ પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે શિક્ષાત્મક કાર્યવાહી કરતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ખેડા શહેર અને વિવિધ તાલુકાના હોદ્દેદારો
ખેડા જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા કપડવંજ શહેર, માતર તાલુકાના, નડિયાદ તાલુકાના, ઠાસરા શહેર અને કણજરી શહેરના કાર્યકરો અને હોદ્દેદારોએનો સમાવેશ થાય છે.