ગુજરાત

gujarat

ETV Bharat / state

ભેંસાણમાં આરોગ્ય કેન્દ્રનું રિનોવેશનનું કામ ગોકળ ગાયની ઝડપે - Junagadh

જૂનાગઢ: જિલ્લાના ભેંસાણ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરનું હાલમાં રિનોવેશનની કાર્યવાહિ કરવામાં આવી રહી છે. રૂપિયા 36 લાખના ખર્ચે કરવામાં આવી રહેલા આરિનોવેશનનાં કામમાં ભારે બેદરકારી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પુરતુ ધ્યાન ન અપાતા આ રિનોવેશનની કામગીરી ધીમી ગતીમાં કરવામાં આવી રહી છે. તો આ સાથે જ આ રિનોવેશનની કામગીરી સાથે જ ગટર નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

સામુહિક કવાર્ટરના રિનોવેશનનું કામ સાવ નબળી હાલત

By

Published : Jul 18, 2019, 6:28 AM IST

જૂનાગઢ જિલ્લામાં આવેલા ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરના રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના માટે 36 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પરંતુ આ કામગીરી નબળી થતાં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરના રિનોવેશનનું કામ ગ્રીન એજન્સી નામની કંપનીને આપવામાં આવ્યું છે. પરંતુ આ કંપની દ્વારા પ્લાન એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવતું નથી. તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સામુહિક કવાર્ટરના રિનોવેશનનું કામ સાવ નબળી હાલત

જ્યારે આ કામમાં નવો જુનો માલ ભેગો કરી વાપરવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ઓર્ડર મુજબ પણ એક પણ કામ થઈ રહ્યું નથી. તો બીજી તરફ PIU કચેરી દ્વારા કોન્ટ્રાકટરનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો ગેરરીતિ બહાર આવે તેમ છે. આ ઉપરાંત એક વર્ષથી સામુહિક આરોગ્ય કેન્દ્રની આસપાસની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. જેની રીપેરીંગ કરવા માંગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details