છેલ્લા કેટલાય સમયથી ગીધની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. વધારે પડતાં શહેરીકરણ અને નષ્ટ થતાં પર્યાવરણના કારણે મોટા ભાગની પ્રજાતિઓ ખતમ થઈ રહી છે.
લુપ્ત થઈ રહેલા ગીધનો સફારી પાર્કમાં મેળો ભરાયો
જૂનાગઢઃ બદલતાં સમયની સાથે પશુ-પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. એ પ્રજાતિમાં ગીધનો પણ સમાવેશ થાય છે. ગીધમાં ડાકુ, રાજા અને કિંગ જેવી પ્રજાતિનો છે. જે શહેરીકરણની આંધળી દોડના કારણે નષ્ટ થઈ રહી છે. જો કે, જૂનાગઢના સફારીમાં પાર્કમાં ગીધની લુપ્ત થતી પ્રજાતિને દેખાતા વનવિભાગના અધિકારીઓ સહિત સ્થાનિકો આશ્ચર્યમાં મુકાયા હતા.
લુપ્ત થતી ગીધની પ્રજાતિ સફારી પાર્કમાં જોવા મળી
સફારી પાર્કમાં ગીધની કિંગ,ડાકુ અને રાજા નામની પ્રજાતિ જોવા મળી હતી. જેને જોઈને વન વિભાગના અધિકારીઓને પણ આશ્ચર્યમાં મૂકાયાં હતા. આમ, પશુ-પક્ષીઓની પ્રજાતિઓ દિવસેને દિવસે નષ્ટ થઈ રહી છે. ત્યારે બાકી રહેલી પ્રજાતિઓના સંવર્ધન માટે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.