જૂનાગઢને નવાબોનો શહેર કહેવામાં આવે છે. ત્યારે જૂનાગઢ શહેરમાં આજે પણ નવાબી કાળની યાદ અપાવે તેવા અનેક સ્થાપત્ય આજે પણ હયાત છે. જેમાંનો એક એટલે જૂનાગઢના 2જા નવાબ મહોબતખાનની કબર પર બાંધવામાં આવેલો મહોબત મકબરો. આ મકબરાના બાંધકામમાં જૂનાગઢની સાથે લખનઉ તથા હૈદરાબાદના ઇસ્લામી સ્થાપત્યનો બેનમૂન નજારો જોવા મળે છે. જેને જોવા માટે આજે પણ દેશ-વિદેશ માંથી લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે.
વિશ્વ હેરીટેજ દિવસ પર નિહાળો જૂનાગઢનો તાજ મહલ - મહોબત મકબરો
જૂનાગઢ: નવાબ મહોબતખાન બીજાની કબર પર બાંધવામાં આવેલો બેનમૂન મહોબત મકબરો. આ મકબરનું બાંધકામ જૂનાગઢની સાથે હૈદરાબાદ,લખનઉ અને ફ્રેન્ચ શૈલીમાં બનાવવામાં આવેલા બારી અને દરવાજા એક સાથે 4 શૈલીના બાંધકામ અને સ્થાપત્યનો મનોહર નજારો પૂરો પાડી રહ્યો છે. જુઓ વીડિયો...
વર્ષ 1872માં બનાવવામાં આવેલો આ મકબરો 19મી સદીના ઉત્તરાર્ધનું સ્થાપત્ય હોવાનું માનવામાં આવે છે. મકબરામાં બનાવામાં આવેલી બારીઓ આજે પણ ફ્રેન્ચ વિન્ડો તરીકે ઓળખાય છે. તો દરવાજા અને બારીઓ પરના સ્તભમાં આજે પણ યુરોપિયન ગોથિક સ્થાપત્યના દર્શન કરી શકાય છે. મકબરો ઇસ્લામિક,પશ્ચિમી અને હિન્દુ સ્થાપત્યનું મિશ્રણ છે જેમાં જેતે સમયના સ્થાપત્યને સ્થાન આપીને એક અનોખા બાંધકામને ઓપ આપવામાં આવ્યો છે .
વર્ષ 1872માં બાંધવામાં આવેલો આ મકબરો છેલ્લા ઘણા વર્ષોથી ખોલવામાં આવ્યો નથી. જેના લીધે અહીં આવતા પર્યટકો પણ બહારથી મકબરાને જોઈને થોડે ઘણે અંશે નિરાશ થઈને પરત ફરે છે. તેમજ સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા પણ કોઇ કાળજી લેવામાં આવતી નથી. તેમ અહીં વર્ષ 1872 બાદ કોઈ જ પ્રકારની દેખરેખ રાખવામાં આવી નથી, જેને કારણે એક સાથે 4 શૈલીના દર્શન કરાવતું આ સ્થાપત્ય સમયનો માર ખાઈને આજે જીર્ણતા તરફ આગળ વધુ રહ્યું છે. આ ઐતિહાસિક ઇમારતને બચાવવા માટે જૂનાગઢના લોકો પણ માંગ કરી રહ્યા છે.