જૂનાગઢ : જિલ્લાના ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પ્રતીક વેકરીયા અને તેમના સહાયકનો કોરોના સંક્રમિત રિપોર્ટ પોઝિટિવ આવતા બંને દર્દીઓને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોવીડ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, ત્યારે આજે હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી ડોક્ટર પ્રતીક વેકરીયાએ જૂનાગઢ જિલ્લાના લોકોને વીડિયો સંદેશ મોકલ્યો છે.
જૂનાગઢમાં કોરોના પોઝિટિવ આવેલા ડોક્ટર પ્રતીક વેકરીયાનો લોકોને વીડિયો સંદેશ
જિલ્લાના ભેંસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર ડો.પ્રતીકે આજે હોસ્પિટલમાંથી જિલ્લાના લોકોને વીડિયો સંદેશ આપ્યો છે. ડોક્ટર પ્રતીકે લોકોને ઘરમાં રહેવાની તેમજ સામાજિક અંતરની સાથે તમામ તકેદારી પાળીને કોરોના વાઇરસ સામેની લડાઈમાં જીતવાનુ આહ્વાન કર્યું હતું.
કોરોના પોઝિટિવ આવેલા ડોક્ટર પ્રતીક વેકરીયાનો લોકોને વીડિયો સંદેશ
જિલ્લાના લોકો કોરોના વાઇરસની ગંભીરતાને સમજે ઘરમાં જ રહે તેમજ સામાજિક અંતરનો ચુસ્તપણે પાલન કરે તેમજ તમામ પ્રકારની તકેદારી રાખીને વૈશ્વિક મહામારી કોરોના પર વિજય મેળવવાનું આહ્વાન કર્યું હતું.