જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વ પોસ્ટલ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1874માં 9મી ઓક્ટોબરના દિવસે સ્વિટઝલેન્ડના બર્ન ખાતે યુનિવર્સલ પોસ્ટર યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજના દિવસે વિશ્વ પોસ્ટલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે ભારતમાં પણ બદલાયેલા વાતાવરણ અને આધુનિક ટેકનોલોજીના સમયમાં પોસ્ટની કેટલીક સેવાઓ મર્યાદિત બની છે. તો બીજી તરફ પાસપોર્ટ ગંગાજળ અને બાબા વિશ્વનાથનો પ્રસાદ ઘરબેઠા લોકોને પોસ્ટ ઓફિસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે.
ટેકનોલોજીના સમયમાં અને આધુનિક ક્લેવર સાથે આજે પોસ્ટલ સેવાઓ પણ બની રહી છે આધુનિક આજે સમગ્ર વિશ્વ પોસ્ટલ દિવસ મનાવી રહ્યું છે. 9 મી ઓક્ટોબર 1874 ના દિવસે સ્વિટ્ઝર્લેન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. તેના ઉપલક્ષમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં વર્ષ 1837માં પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના કરવામાં આવી હતી. જેને આજે 183 વર્ષ થવા જઈ રહ્યા છે. આટલા વર્ષોમાં ભારતમાં પોસ્ટલ સેવાઓ અનેકવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થઇને આજે લોકોના હિતાર્થે કામ કરી રહી છે. ત્યારે આજે ટેકનોલોજીના આધુનિક સમયમાં પણ પોસ્ટલ સેવાઓ આધુનિક બની રહી છે અને ગંગાજળથી માંડીને બાબા વિશ્વનાથનો પ્રસાદ અને પરદેશની હવાઈ સફર કરવા માટે જરૂરી એવા પાસપોર્ટને પણ પોસ્ટલ સેવાઓમાં આવરી લેવામાં આવ્યા છે.આજના આધુનિક યુગમાં પણ પોસ્ટલ સેવાઓ ટપાલથી લઈને સ્પીડ પોસ્ટ પાર્સલ સેવિંગ એકાઉન્ટ પોસ્ટ ATM વિવિધ સરકારી યોજનાઓની જાણકારી અને તેનું સમાધાન તેમજ લાઈટથી લઈને ગેસ વેરાથી લઈને ફોન સેવાના તમામ પ્રકારના બિલો આજે પોસ્ટ સેવાઓ નીચે આવરી લેવામાં આવ્યા છે. પોસ્ટ સેવાઓને ચલચિત્રો અને સંગીતમાં પણ આવરી લેવામાં આવી છે. ખ્યાતનામ લેખક 'ધૂમકેતુ'ની વાર્તા સંગ્રહ પોસ્ટ ઓફિસમાં મરિયમ અને અલીડોસો આજે પણ સૌ કોઈને પોસ્ટ ઓફિસની યાદ અપાવી જાય છે. તેમ છતાં આધુનિક સમયમાં પોસ્ટલ સેવાઓ થોડી વિસરાતી જાય છે. પરંતુ તેમાં આધુનિક સંસ્કરણો ઉમેરાવાને કારણે ડાકીયા ડાક લાયા આજે પણ એટલું જ આત્મીય લાગી રહ્યું છે.