ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે છે વાઈફ એપ્રિસિએશન ડે, પત્નીના સમર્પણને સ્વીકારવાનો અને તેને પ્રોત્સાહિત કરવાનો દિવસ

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વાઈફ એપ્રિસિએશન દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજના દિવસે દરેક પતિ તેની પત્નીનો આભાર વ્યકત કરી આજના દિવસે તેના સમર્પણને બિરદાવી વખાણ કરી એક કપ ચા બનાવી તેના પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે.

junagadh
આજે છે વાઈફ એપ્રિસિએશન ડે

By

Published : Sep 20, 2020, 2:31 PM IST

જૂનાગઢ : આજે વાઈફ એપ્રિસિએશન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે દરેક પતિ તેની પત્ની પ્રત્યે આદરભાવ સાથે તેના સમર્પણને બિરદાવીને એક કપ ગરમ ચાની સાથે વખાણ કરીને આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રેમીઓ માટે જેમ વેલેન્ટાઈન ડે મહત્વનો હોય છે. તેના કરતાં પણ વધુ મહત્વ એક દંપતિ માટે આજના દિવસનું હોય છે. આજના દિવસે પત્નીના વખાણ કર્યા બાદ જે જુસ્સો તેનામાં જોવા મળે છે, તે દરેક પતિની આંખમાં અનેરી ચમક લાવવા માટે પૂરતો છે. એમ પણ જુસ્સો અને આંખની ચમક આખું વર્ષ દરેક દંપતી વચ્ચે જોવા મળે છે. પરંતુ આજના દિવસનો જુસ્સો અને ચમકની વાત કંઈક અલગ જ હોય છે.

આજે છે વાઈફ એપ્રિસિએશન ડે, પત્નીના સમર્પણને સ્વીકારવાનો અને તેને પ્રોત્સાહિત કરવાનો દિવસ
મનામણા, ગુસ્સો, પ્રેમ, શ્રેષ્ઠ મિત્ર, માથું મૂકીને રડી શકાય તેવું એક પોતીકુ સ્વર્ગ તેમજ પરિવાર માટે તેના તમામ શોખને ત્યજી દેનાર આવા અનેક લક્ષણોનો એક આખો અધ્યાય એટલે પત્ની. આવી પત્નીને તેના સમર્પણ અને ત્યાગ માટે આજના દિવસે જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં પડે. આજના દિવસે જ્હોન ગ્રેના એક જાણીતા પુસ્તક વિશે વાત કરીએ તો 'મેન આર ફ્રોમ માર્સ વિમેન આર ફ્રોમ વિનસ' પુસ્તકમાં સમગ્ર દાંપત્ય જીવનનો સાર રહેવા માટે આ શબ્દો પૂરતા છે. આજના દિવસે દરેક પતિ તેની પત્ની માટે કંઈક એવી સરપ્રાઈઝ આપવા માટે તલપાપડ હોય છે.

ABOUT THE AUTHOR

...view details