ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે જ વોર્ડ નંબર 3માં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

જૂનાગઢ: મનપાની સામાન્ય ચૂંટણી પહેલાં જ ભાજપને મોટી સફળતા મળી છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના તમામ ચાર ઉમેદવારોએ તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે જ વોર્ડ નંબર 3 માં ભાજપના ત્રણ ઉમેદવારો થયા બિનહરીફ

By

Published : Jul 9, 2019, 2:13 PM IST

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપને કહી શકાય તેવી મોટી સફળતા મળી છે. વોર્ડ નંબર 3 માં તેમના સત્તાવાર ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના દિવસે તમામ ચાર ઉમેદવારોએ તેમનું ઉમેદવારીપત્રક પરત ખેંચી લેતા વોર્ડ નંબર 3 માં ભાજપના સત્તાવાર ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતાં.

જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે જ વોર્ડ નંબર 3 માં ભાજપના ત્રણ ઉમેદવારો થયા બિનહરીફ
વોર્ડ નંબર 3 માંથી ભાજપના અબ્બાસ કુરેશી શરીફાબેન, કુરેશી હારૂનભાઇ સમા અને નિશા કારીયા સત્તાવાર ઉમેદવાર હતા. જે પૈકી હારૂનભાઇ સમાનું ઉમેદવારીપત્રક ત્રણ સંતાન હોવાને કારણે રદ થયું હતું તો સામેની તરફ કોંગ્રેસમાંથી અક્રમ કુરેશી, અસલમ કુરેશી, મનાઝ બેન બલોચ અને હસીના બેન પઠાણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારીપત્રક ભર્યું હતું. પરંતુ, આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્રક પરત ખેંચતા વોર્ડ નંબર 3 માં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે.

ગઈકાલે ભાજપના હારૂનભાઇ સમાનુ ઉમેદવારીપત્રક ત્રણ સંતાન હોવાને કારણે રદ્દ થતા વોર્ડ નંબર 3 ની ચાર બેઠકો પૈકી 3 બેઠકો બિનહરિફ થઈ છે. તો 1 બેઠક માટે ફરીથી પેટાચૂંટણી કરવાની ફરજ પડશે હાલ વોર્ડ નંબર 3 માં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ સાત ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. પરંતુ, 7 માંથી 4 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચતા વોર્ડ નંબર 3 માં 1 કોર્પોરેટરની ઘટ પડશે. જેના માટે ફરી પેટા ચૂંટણી કરવાની ફરજ પડશે.




ABOUT THE AUTHOR

...view details