સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષા પૂર્ણ થતા કેટલાક સેન્ટરોમાં ગેરરીતિની ફરિયાદો પણ ઉઠવામાં આવી હતી. સુરેન્દ્રનગરના કેટલાક પરીક્ષા કેન્દ્રોમાંથી વિદ્યાર્થીઓએ કોપી કરી હોવાની ફરિયાદ અન્ય પરીક્ષાર્થીઓએ કરી હતી. પરંતુ તે સમયે પરીક્ષામાં સામેલ સરકારી એજન્સીઓએ સમગ્ર મામલો માત્ર ઉહાપોહ કરવા માટેનો હોય તેને લઈને મામલા પર ઢાંકપિછોડો કર્યો હતો. પરંતુ પરીક્ષામાં મોબાઈલ મારફતે કોપી થતી હોવાના CCTV ફૂટેજ બહાર આવતા સમગ્ર પરીક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, જૂનાગઢના ધારાસભ્યએ સરકારના રાજીનામાની માગ કરી
જૂનાગઢ: જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી એક વખત વિવાદમાં સપડાઇ રહી છે. પરીક્ષામાં થયેલી ગેરરીતિના CCTV ફૂટેજ બહાર આવતા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ રાજ્ય સરકારના રાજીનામાની માગ કરી હતી.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થઈ હતી ગેરરીતી,
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષાઓ તેની લઘુતમ લાયકાતને લઈને વિવાદમાં આવી હતી, જે બાદ સરકારે જૂની લાયકાત મુજબ પરીક્ષા લેવાનું નક્કી કર્યુ હતું. ત્યારે હવે ફરી એક વખત પરીક્ષામાં કોપી કેસને લઈને વિવાદમાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ સમગ્ર પરીક્ષાને રદ કરવાની સાથે રાજ્ય સરકારની નૈતિક જવાબદારી બનતી હોય જેને કારણે સરકાર પણ રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી રહી છે.