ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, વાવાઝોડાના નામ આપવાનો પણ છે એક રોચક ઇતિહાસ

જુનાગઢ: વાવાઝોડાના નામ આપવાનો પણ છે રોચક ઇતિહાસ. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નીચે આવતા આઠ દેશો સંભવિત વાવાઝોડાના નામ આપીને લોકોને વાવાઝોડાથી આગાહ કરે છે.

જાણો, વાવાઝોડાના નામ આપવાનો પણ છે એક રોચક ઇતિહાસ

By

Published : Jun 12, 2019, 1:33 PM IST

વાવાઝોડાને નામ આપવાની પણ એક પ્રથા અત્યારે જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સંભવિત વાવાઝોડાના નામ આપવાની પ્રથા પ્રચલિત થઈ હતી. જે મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નીચે આવતા ભારત, બાંગલાદેશ, મ્યાનમાર, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દેશો આ વિસ્તારમાં આવતા સંભવિત વાવાઝોડાને નામકરણ આપી રહ્યા છે. જે આગામી દોઢેક વર્ષમાં પૂરા થાય ત્યારે ફરીથી નવા નામ આપવાની પ્રથાઓ શરૂ થશે.

જાણો, વાવાઝોડાના નામ આપવાનો પણ છે એક રોચક ઇતિહાસ
વાવાઝોડાને નામકરણ કરવાની કથા બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ પ્રથા ભારતના અરબી સમુદ્ર અને બંગાળના અખાત નીચે આવતા દેશો ભારત, બાંગલાદેશ, મ્યાનમાર, માલદેવ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશો એકસાથે ભેગા થઈને સંભવિત વાવાજોડાનું નામકરણ કરતા હોય છે. આ દેશો 64 જેટલા વાવાઝોડાના નામને સૂચવે છે અને દેશના પ્રથમ અક્ષરના ક્રમાનુસાર સંભવિત વાવાઝોડાનું નામકરણ કરવામાં આગામી બે દિવસમાં અરબી સમુદ્ર તટ પરનું નામ 'વાયુ' ભારત દેશ દ્વારા આપવામાં આવ્યું છે. જે દ્વારા આપવામાં આવેલા નામ પૈકીનું અંતિમ નામ છે. જે ભારતનો કોટા પૂર્ણ થયેલો બતાવી આપે છે ત્યાર બાદ જે વાવાઝોડું આવશે તે વાવાઝોડાને 'હીકા' નામ આપવામાં આવશે જે માલદીવ દ્વારા સૂચવવામાં આવ્યું છે.ભારત દ્વારા અગ્નિ, આકાશ, બીજલી, જલ મેઘ, સાગર, બાદ વર્તમાન ચક્રવાત વાયુ નું નામકરણ ભારત દેશ દ્વારા કરવામાં આવ્યું છે. આઠ દેશો મળીને કુલ 64 જેટલા નામો સુચવે છે. જે પૈકી ભારતનો કોટા વાયુ નામના વાવાઝોડા સાથે પૂર્ણ થશે. આગામી એક કે દોઢ વર્ષમાં આઠ દેશો દ્વારા સૂચવવામાં આવેલા નામોનો કોટા પૂર્ણ થાય ત્યારે ફરીથી તમામ દેશો સંભવિત વાવાઝોડાને લઈને નવું નામકરણ કરશે. વર્ષ 2004થી શરૂ કરવામાં આવેલી આ પ્રથા 57 વાવાઝોડા પસાર કરી ચૂકી છે ત્યારે હવે માત્ર સાત જેટલા નામો બાકી રહ્યા છે ત્યારે આગામી એકથી દોઢ વર્ષમાં આ કોટો પૂર્ણ થયે તમામ દેશો ફરીથી સંભવિત વાવાઝોડાના 64 નામો જાહેર કરશે. જે દેશના પ્રથમ અક્ષરના ક્રમાનુસાર પ્રમાણે જે તે સમયે આવેલા વાવાઝોડાને દેશ દ્વારા આવેલું નામ આપવામાં આવશે.વાવાઝોડાનું નામકરણ સ્ત્રી અને પુરુષ વાચક લિંગમાં આપવામાં આવવાની પ્રથા છે. નામ આપવા પાછળનું કારણ માત્ર લોકોને વાવાઝોડાના સમયમાં મદદ મળી રહે તેમજ ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તેને લઈને નામકરણ કરવામાં આવતું હોય છે. વર્ષ કે અક્ષાંશ-રેખાંશ પર વાવાઝોડાને યાદ રાખવું મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે આવા સરળ અને તુરંત યાદ રહી જતાં નામોને આપીને વાવાજોડાનો ઇતિહાસ અને વાવાઝોડાની વિનાશકતાને લોકો જાણી શકે, ઓળખી શકે અને તેની માહિતી ખૂબ સરળતાથી મેળવી શકે તેના માટે આવુ નામકરણ કરવામાં આવતું હોય છે.

ABOUT THE AUTHOR

...view details