ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપક્ષના હોબાળા વચ્ચે જૂનાગઢ મનપાનુ વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર મંજૂર - મનપા

આજે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું હતું. જે વિપક્ષના ભારે હોબાળા અને વિરોધની વચ્ચે બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું, ત્યારે વિપક્ષે બજેટની હોળી કરીને મનપાના સત્તાધીશો સત્તાના જોરે જોહુકમી કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

જૂનાગઢ મનપાનુ વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર મંજૂર
જૂનાગઢ મનપાનુ વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર મંજૂર

By

Published : Feb 13, 2020, 5:15 PM IST

જૂનાગઢ : આજે મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજૂ કર્યું હતું. અંદાજિત 366.36 કરોડનું અને 55.45 લાખની પુરાંતવાળુ બજેટ વિપક્ષના ભારે હોબાળાની વચ્ચે બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ થયું જેમાં આ વર્ષે સૌની નજર ખેંચે અને વિરોધનું એક પ્રબળ માધ્યમ બને એવો પાણી વેરાનો તોતિંગ વધારો જોવા મળતો હતો. પાણીવેરાના વધારાને વિપક્ષના કોર્પોરેટરોએ નામંજૂર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના એક માત્ર મહિલા કોર્પોરેટરોએ મનપા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પાણીને લઇને પણ ભારે વિરોધ દર્શાવ્યો હતો.

જૂનાગઢ મનપાનુ વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર મંજૂર
પાણી વેરાના વધારા સાથેનું વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર મનપાના શાસકોએ બહુમતીના જોરે પાસ કરાવ્યું હતું. જેને લઇને વિરોધ પક્ષ ધુંઆપુંઆ થતો જોવા મળી રહ્યો હતો અને વિરોધ પક્ષના નેતાએ મનપા કચેરીમાં જ બજેટની કોપીની હોળી કરીને તેઓ આ બજેટ સાથે પણ સહમત નથી અને સ્વીકારતા પણ નથી તેવી લાગણી વ્યક્ત કરીને બજેટની હોળી કરતા પણ નજરે પડ્યા હતાં.તો બીજી તરફ સફાઈને લઈને ખુદ ભાજપના જ વોર્ડ નંબર 4ના એક કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. તેઓ જણાવી દઈએ હતા કે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ તેમના વોર્ડમાં સફાઈ થાય છે જેને લઇને ગંદકીના પ્રશ્નો પારાવાર ઉભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે જનરલ બોર્ડ તપાસ કરે અને દરેક વોર્ડમાં નિયમિત અને દરરોજ સફાઈનું કામ હાથ ધરવામાં આવે તેવી માગ કરીને ભાજપના સત્તાધીશોને ચોંકાવી દીધા હતાં.

ABOUT THE AUTHOR

...view details